Skip to main content

ઉપયોગની શરતો

Last updated: 12th May 2022

મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ "TakaTak" દ્વારા તૈયાર કરવામાં આવેલ "Mx TakaTak" મોબાઇલ એપ્લિકેશન ("પ્લેટફોર્મ")ના યુઝર્સના ઉપયોગને નિયંત્રિત કરે છે. અહીં વપરાયેલી "તમે" અને "તમારું" શબ્દો પ્લેટફોર્મના યુઝર્સના સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે જ્યારે "કંપની", "અમે" “અમારા”, “TakaTak" જેવા શબ્દો "Mx TakaTak" મોબાઇલ એપ્લિકેશન ("પ્લેટફોર્મ")ના સંદર્ભમાં વપરાયા છે.

MX મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ Pte Ltd ના MX Takatak ના નિયમો અને શરતો હેઠળના અધિકારો અને જવાબદારીઓ મોહલ્લા ગ્રુપને સોંપવામાં આવી છે. આ સમજણને પ્રતિબિંબિત કરવા માટે આ શરતો અનુસાર અપડેટ કરવામાં આવી છે

અમારી સેવાઓ ( કે જેનું અમે નીચે વિગતવાર વર્ણન કર્યું છે) અને શરતો ભારતીય કાયદાઓ સાથે સુસંગત છે. જ્યારે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, ત્યારે તમે આ શરતોને સ્વીકારો છો અને સંમત થાઓ છો. કૃપા કરીને નોંધો કે અમે એવું પ્રતિનિધિત્વ કરતા નથી કે અમે ભારત સિવાયના કોઈપણ દેશના કાયદાનું પાલન કરીએ છીએ. જો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માંગતા હો, તો કૃપા કરીને ખાતરી કરો કે તમને તમારા અધિકારક્ષેત્રમાં આમ કરવાની પરવાનગી છે.

જ્યારે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો ત્યારે તમારે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. અમે આ નિયમોને આ દસ્તાવેજમાં સૂચિબદ્ધ કર્યા છે. કૃપા કરીને અહીં ઉલ્લેખિત આ શરતો અને અન્ય તમામ હાઇપરલિંક્સ કાળજીપૂર્વક વાંચો. કૃપા કરીને નોંધો કે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે આ શરતો સાથે સંમત થાઓ છો. ઉપરાંત, જો તમે ભારતની બહાર આ સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો, તો કૃપા કરીને તમારા સ્થાનિક કાયદાઓનું પાલન કરો.

શરતો અને સેવાઓમાં ફેરફાર

અમારું પ્લેટફોર્મ ગતિશીલ છે અને ઝડપથી બદલાઈ શકે છે. આથી, અમે અમારી વિવેકબુદ્ધિથી જે સેવાઓ પ્રદાન કરીએ છીએ તે બદલી શકીએ છીએ. અમે અસ્થાયી રૂપે, અથવા કાયમી ધોરણે, તમને સામાન્ય રીતે સેવાઓ અથવા કોઈપણ સુવિધાઓ પ્રદાન કરવાનું બંધ કરી શકીએ છીએ.

અમે કોઈપણ સૂચના વિના અમારા પ્લેટફોર્મ અને સેવાઓમાં કાર્યક્ષમતા દૂર અથવા ઉમેરી શકીએ છીએ. જો કે, જો તમારી સંમતિની જરૂરી હોય તેવા ફેરફાર કરવામાં આવશે,તો અમે તમને પૂછવાની ખાતરી કરીશું. અમારા લેટેસ્ટ ફેરફારો અને વિકાસ વિશે અપડેટ રહેવા માટે કૃપા કરીને સમય સમય પર આ પેજની મુલાકાત લેતા રહેવાની ખાતરી કરો.

અમે જે ફેરફારો કરી શકીએ છીએ અને સેવાઓ કે જે અમે સમયાંતરે ઉમેરી કે સંશોધિત કરી શકીએ છીએ તે જોવા માટે આ પેજની મુલાકાત લો.

અમારી સેવાઓ

અમે તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે સંમત છીએ. સેવાઓમાં TakaTakના તમામ ઉત્પાદનો, સુવિધાઓ, એપ્લિકેશન, સેવાઓ, તકનીકો અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે જે અમે તમને પ્રદાન કરીએ છીએ. સેવાઓ નીચેના પાસાઓ ("સેવાઓ") થી બનેલી છે:

અમારું પ્લેટફોર્મ તેના યુઝર્સને પ્લેટફોર્મ દ્વારા કન્ટેન્ટ અપલોડ અથવા પોસ્ટ કરવા અને અથવા કોઈપણ મર્યાદા વિના, કોઈપણ ફોટોગ્રાફ્સ, યુઝર વિડિઓ, સાઉન્ડ રેકોર્ડિંગ્સ અને સંગીતવાદ્યો, તમારી વ્યક્તિગત મ્યુઝિક લાઇબ્રેરી અને આસપાસના અવાજમાંથી તમે સેવ કરી રાખેલા સાઉન્ડ રેકોર્ડિંગ્સનો સમાવેશ કરતા વિડિઓઝ સહિત ઉપલબ્ધ કરાવે છે. ("યુઝર કન્ટેન્ટ")

જ્યારે તમે પ્લેટફોર્મ પર કોઈપણ યુઝર કન્ટેન્ટને પ્રકાશિત કરો છો, ત્યારે તમે તે કન્ટેન્ટમાં જે પણ માલિકી હકો હોય તેને પ્રારંભથી જ જાળવી રાખો છો. જો કે, તમે અમને તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટેનું લાઇસન્સ(અનુમતી) આપો છો. તમે મર્યાદિત ખાનગી અથવા બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે અન્ય યુઝરને આવા યુઝર કન્ટેન્ટને શેર/સંચાર કરવાનો અધિકાર પણ આપો છો.

કોઈપણ યુઝર કન્ટેન્ટને બિન-ગોપનીય ગણવામાં આવશે. તમારે સેવાઓ પર કે તેના દ્વારા કોઈપણ યુઝર કન્ટેન્ટ પોસ્ટ કરવી જોઈએ નહીં કે જેને તમે ગોપનીય અથવા તૃતીય પક્ષો સાથે સંબંધિત માનતા હો, અથવા લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરતા હોય તેવા કોઈપણ યુઝર કન્ટેન્ટ અમને ટ્રાન્સમિટ કરવી જોઈએ નહીં.

જ્યારે તમે સેવાઓ દ્વારા યુઝર કન્ટેન્ટ સબમિટ કરો છો, ત્યારે તમે સંમત થાઓ છો અને તેનું પ્રતિનિધિત્વ કરવાની સાથે તે યુઝર કન્ટેન્ટની માલિકી ધરાવો છો, અથવા તમે તેને સેવાઓમાં સબમિટ કરવા, સેવાઓમાંથી અન્ય તૃતીય-પક્ષને ટ્રાન્સમિટ કરવા કે તેને એડોપ્ટ કરવા માટે કન્ટેન્ટના કોઈપણ ભાગના માલિક પાસેથી બધી જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ પ્રાપ્ત કરી છે અથવા તે માહિતી તેના દ્વારા અધિકૃત છે.

જો તમારી પાસે માત્ર સાઉન્ડ રેકોર્ડિંગમાં અને તેના અધિકારો છે, પરંતુ આવા સાઉન્ડ રેકોર્ડિંગમાં સમાવિષ્ટ અંતર્ગત મ્યૂઝિકના નહીં, તો તમારે આવા સાઉન્ડ રેકોર્ડિંગ્સને સેવાઓ પર પોસ્ટ કરવી જોઈએ નહીં સિવાય કે તમે સેવાઓમાં સબમિટ કરવા માટે કન્ટેન્ટના કોઈપણ ભાગના માલિકની તમામ પરવાનગીઓ, મંજૂરીઓ અથવા તેના દ્વારા અધિકૃત હોવ.

તમે અમને કોઈપણ યુઝર કન્ટેન્ટને હોસ્ટ કરવા,તેને સ્ટોર કરવા, ઉપયોગ કરવા, પ્રદર્શિત કરવા, પુનઃઉત્પાદન કરવા, સંશોધિત કરવા, અનુકૂલન કરવા, સંપાદિત કરવા, પ્રકાશિત કરવા, હોસ્ટને ટ્રાન્સફર થઈ શકે તેવું, શ્વવ્યાપી, રોયલ્ટી-મુક્ત,સબલાઈસન્સ સબમિટ કરો છો. આ લાઇસન્સ સેવાઓના સંચાલન, વિકાસ, પ્રદાન, પ્રચાર અને સુધારણા અને નવા સંશોધન અને વિકાસના મર્યાદિત હેતુ માટે છે. તમે અમને કોઈપણ સ્વરૂપમાં અને કોઈપણ/તમામ મીડિયા અથવા વિતરણ પદ્ધતિઓ (હાલમાં જાણીતી અથવા પછી વિકસિત) યુઝર કન્ટેન્ટમાંથી વ્યુત્પન્ન કાર્યો બનાવવા, પ્રમોટ કરવા, પ્રદર્શિત કરવા, પ્રસારણ, સિન્ડિકેટ, સાર્વજનિક રૂપે પ્રદર્શન કરવા અને જાહેરમાં પ્રદર્શિત કરવા માટે કાયમી લાઇસન્સ પણ આપો છો.

વધુમાં, જ્યારે તમે યુઝર કન્ટેન્ટમાં દેખાવો, તેને બનાવો, અપલોડ કરો, પોસ્ટ કરો અથવા મોકલો, ત્યારે તે જરૂરી છે કે તમે અમને તમારું નામ(કે તેના જેવું) અને અવાજનો ઉપયોગ કરવા માટે અપ્રતિબંધિત, વિશ્વવ્યાપી, કાયમી અધિકાર અને લાયસન્સ પણ આપો છો, જેમાં વ્યાપારી અથવા પ્રાયોજિત કન્ટેન્ટના જોડાણનો સમાવેશ પણ થાય છે. આનો અર્થ એ છે કે, અન્ય બાબતોની સાથે, જો તમારા ડેટાનો ઉપયોગ અમારા દ્વારા માર્કેટિંગ, જાહેરાત અથવા અમારી સેવાઓમાં સુધારો કરવા માટે કરવામાં આવે તો તમે TakaTak તરફથી કોઈપણ વળતર માટે હકદાર નહીં રહો.

અમારે આમ કરવાની કોઈજ જરૂર નથી તેમછતા, અમે તમારા કન્ટેન્ટને ઍક્સેસ કરી શકીએ છીએ, સમીક્ષા કરી શકીએ છીએ, સ્ક્રીન કરી શકીએ છીએ, અને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર, સેવાઓ પ્રદાન કરવા અને વિકસાવવા સહિત અથવા જો અમને લાગે કે તમારું કન્ટેન્ટ આ શરતોનું ઉલ્લંઘન કરે છે તેમ જ લાગુ કાયદા દ્વારા ફરજિયાત હેતુઓ માટે તમારા કન્ટેન્ટને હટાવી શકીએ છીએ. વધુમાં તમે સેવા દ્વારા જે કન્ટેન્ટ બનાવો છો, અપલોડ કરો છો, પોસ્ટ કરો છો, મોકલો છો અથવા સ્ટોર કરો છો તેના માટે તમે એકલા જ જવાબદાર છો.

તમે આગળ સ્વીકારો છો અને સંમત થાઓ છો કે અમે તમારા સેવાઓના ઉપયોગથી આવક પેદા કરી શકીએ છીએ, સદ્ભાવના વધારી શકીએ છીએ અથવા અન્યથા અમારું મૂલ્ય વધારી શકીએ છીએ, જાહેરાત, સ્પોન્સરશિપ, પ્રમોશન, ઉપયોગ ડેટાના વેચાણ દ્વારા,મર્યાદા વગર અને ઉદાહરણ તરીકે, આ શરતોમાં અથવા તમે અમારી સાથે કરેલા અન્ય કરારમાં અમારા દ્વારા પરવાનગી આપવામાં આવી હોય તે સિવાય, તમને શેર કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આવી કોઈપણ આવક, સદ્ભાવના અથવા મૂલ્યમાં ગમે તે હોય.

તમે આગળ સ્વીકારો છો કે, આ શરતોમાં અથવા તમે અમારી સાથે કરેલા કોઈપણ અન્ય કરારમાં અમારા દ્વારા વિશેષ રૂપે પરવાનગી અપાયા સિવાયના કિસ્સામાં તમે પ્લેટફોર્મ પર પ્રકાશિત કરેલા અથવા તમારા દ્વારા બનાવેલ કોઈપણ યુઝર કન્ટેન્ટ પર, સેવાઓ પર અથવા તેના દ્વારા તમને ઉપલબ્ધ કરાવવામાં આવેલ કોઈપણ મ્યૂઝિકને લગતા કાર્યો પર, સાઉન્ડ રેકોર્ડિંગ્સ અથવા ઓડિયો-વિઝ્યુઅલ ક્લિપ્સના તમારા ઉપયોગ પર તમને કોઈપણ કન્ટેન્ટમાંથી કોઈપણ આવક અથવા અન્ય કોઈ લાભ મેળવવાનો કોઈ અધિકાર નથી.

જો તમે મ્યૂઝિક સાથે જોડાયેલા કાર્યોમાં સંગીતકાર અથવા લેખક છો અને પર્ફોર્મિંગ રાઇટ્સ સંસ્થા સાથે જોડાયેલા છો, તો તમારે તમારી પર્ફોર્મિંગ રાઇટ્સ સંસ્થાને તમારા યુઝર કન્ટેન્ટમાં આ શરતો દ્વારા અમને આપવામાં આવેલ રોયલ્ટી-ફ્રી લાયસન્સ વિશે સૂચિત કરવું આવશ્યક છે. સંબંધિત કાર્યકારી અધિકાર સંસ્થાની રિપોર્ટિંગ જવાબદારીઓ સાથે તમારા અનુપાલનની ખાતરી કરવાની જવાબદારી સંપૂર્ણપણે તમારી પોતાની રહેશે. જો તમે સંગીત પ્રકાશકને તમારા અધિકારો સોંપ્યા છે, તો તમારે તમારા યુઝર કન્ટેન્ટમાં આ શરતોમાં દર્શાવેલ રોયલ્ટી-ફ્રી લાયસન્સ (ઓ) આપવા માટે આવા સંગીત પ્રકાશક પાસેથી સંમતિ મેળવવી આવશ્યક છે અથવા આવા સંગીત પ્રકાશકને અમારી સાથે આ શરતોમાં દાખલ કરવા પડશે.

મ્યુઝિકલ કાર્યોનું લેખન (દા.ત., ગીત લખ્યું) તો એ જરૂરી નથી કે તમને આ શરતોમાં અમને લાઇસન્સ આપવાનો અધિકાર મળી જશે. જો તમે રેકોર્ડ લેબલ સાથેના કરાર હેઠળ રેકોર્ડિંગ કરનારા કલાકાર છો, તો તે સુનિશ્ચિત કરવાની સંપૂર્ણપણે તમારી જવાબદાર છે કે તમારા લેબલ દ્વારા દાવો કરવામાં આવી શકે તેવી સેવાઓનો તમારો ઉપયોગ તમારા રેકોર્ડ લેબલ પરની કોઈપણ કરારની જવાબદારીઓનું પાલન કરે છે, જેમાં તમે કોઈ નવી રેકોર્ડિંગ કરતા હોવ તેનો પણ સમાવેશ થાય છે.

અમે અમારી સેવાનો અભ્યાસ કરવા અને અમારી સેવાને વધુ સારી બનાવવા અને અમારી કોમ્યૂનિટિની સુખાકારીમાં યોગદાન આપવા માટે સંશોધન હેતુઓ માટે તૃતીય પક્ષો સાથે સહયોગ કરવા અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.

અમારી સેવાઓનો ઉપયોગ કોણ કરી શકે છે

અમારું પ્લેટફોર્મ તમને તમારા મિત્રો સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે અને તમને તમારી પસંદગીની પ્રાદેશિક ભાષામાં ઈમેજીસ, વિડિઓ, સંગીત, સ્ટેટસ અપડેટ્સ અને બીજું ઘણુ બધું શેર કરવામાં સક્ષમ બનાવે છે. અમે તમારી પસંદગીના કન્ટેન્ટને સમજીએ છીએ અને તમને પોસ્ટ્સ, ફોટા, વિડિઓ બતાવવા અને અમારા પ્લેટફોર્મ ("સેવા/સેવાઓ") પર ઉપલબ્ધ કન્ટેન્ટ સૂચવવા માટે તમારી ન્યૂઝફીડને વ્યક્તિગત કરીએ છીએ.

જો તમે અમારી સાથે બંધનકર્તા કરાર કરવા સક્ષમ હોવ અને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની કાયદેસર પરવાનગી હોય તો જ તમે અમારી સેવાઓનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ કંપની અથવા કોઈપણ કાનૂની વ્યક્તિઓ વતી આ શરતો સ્વીકારો છો, તો તમે પ્રતિનિધિત્વ કરો છો અને બાંયધરી આપો છો કે તમારી પાસે આવી એન્ટિટીને આ શરતો સાથે બાંધવાની સત્તા છે અને અસરકારક રીતે "તમે" અને "તમારું" કંપનીને સંદર્ભિત કરશે.

કૃપા કરીને ખાતરી કરો કે તમને કાયદા હેઠળ અમારી સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી છે.

અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો

અમારી સેવાનો ઉપયોગ કરવા માટે, તમારે ફક્ત તમારા મોબાઇલ ફોન પર Taka tak મોબાઇલ એપ્લિકેશન ચલાવવાની અને તમે જે પ્રાદેશિક ભાષામાં સેવાઓ ચલાવવા માંગો છો તે પસંદ કરવાની જરૂર છે.

તમે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને અથવા તમારી Apple ID, Facebook અથવા તમારા Google ID જેવી તૃતીય પક્ષ સેવાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અમે રજીસ્ટ્રેશન કરવા માટે અન્ય તૃતીય પક્ષ સેવાઓને સમય સમય પર ઉમેરી શકીએ છીએ. તમે તમારા ફોન નંબર પર SMS દ્વારા અમારા દ્વારા મોકલેલા વન-ટાઇમ-પાસવર્ડનો ઉપયોગ કરીને પણ પ્લેટફોર્મ પર લૉગ ઇન કરી શકો છો.

અમે તમને અમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કન્ટેન્ટ ડાઉનલોડ કરવાની અને તમારા TakaTak અનુભવને સમગ્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાની મંજૂરી આપીએ છીએ.

તમને સેવાઓ પ્રદાન કરવા માટે, અમારે તમારા મોબાઇલ ઉપકરણની અમુક વિશેષતાઓને ઍક્સેસ કરવાની જરૂર છે.

અનુપાલનની આવશ્યકતાઓ

સંબંધિત સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકોએ તેમના TakaTak યુઝર ખાતાની વિગતો લાગુ પડતા નિયમો અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલયને પ્રદાન કરવાના રહેશે.

સલામતી

અમારો ઉદ્દેશ્ય સકારાત્મક અને સર્વસમાવેશક સમુદાયને ઉત્તેજન આપવાનો અને તમામ યુઝર્સ માટે અદ્ભુત સામાજિક અનુભવો પ્રદાન કરવાનો છે. આ માટે, આપણે સંમત થવાની જરૂર છે કે:

 • તમે આ શરતોમાં કપટપૂર્ણ, ગેરમાર્ગે દોરનાર, ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત હોય તેવા કોઈપણ હેતુ માટે સેવાઓનો ઉપયોગ કરશો નહીં.
 • તમે કોઈપણ રોબોટ, સ્પાઈડર, ક્રાઉલર, સ્ક્રેપર અથવા અન્ય સ્વચાલિત માધ્યમો અથવા ઈન્ટરફેસનો ઉપયોગ સેવાઓને ઍક્સેસ કરવા અથવા અન્ય યુઝરની માહિતી એક્સટ્રેક્ટ કરવા માટે કરશો નહીં.
 • તમે અમારી લેખિત સંમતિ વિના સેવાઓ અથવા અન્ય યુઝર્સના કન્ટેન્ટ અથવા માહિતી સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી કોઈપણ તૃતીય-પક્ષ એપ્લિકેશનનો ઉપયોગ અથવા વિકાસ કરશો નહીં.
 • તમે સેવાઓનો ઉપયોગ એવી રીતે કરશો નહીં કે જે અન્ય યુઝર્સને સેવાઓનો સંપૂર્ણ આનંદ માણવામાં દખલ કરી શકે, ખલેલ પહોંચાડી શકે, નકારાત્મક અસર કરી શકે અથવા અટકાવી શકે, અથવા તે સેવાઓની કામગીરીને નુકસાન, અક્ષમ, અતિશય બોજ અથવા બગાડ કરી શકે છે.
 • તમે એવું કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં જે કોઈપણ તૃતીય પક્ષના કોઈપણ બૌદ્ધિક મિલકત અધિકારોનું ઉલ્લંઘન કરતી હોવાનું માનવામાં આવે.
 • તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારી જાતને અન્ય વ્યક્તિ અથવા અન્ય વ્યક્તિના પ્રતિનિધિ તરીકે ખોટી રીતે રજૂ કરશો નહીં.
 • તમે અન્ય યુઝરનું નામ, પાસવર્ડ, તેમના એકાઉન્ટનો ઉપયોગ અથવા ઉપયોગ કરવાનો પ્રયાસ તેમની પરવાનગી વિના કરશો નહીં,
 • તમે અન્ય યુઝર પાસેથી લૉગિન ઓળખપત્રોની માંગણી કરશો નહીં.
 • તમે એવું કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં જે સગીરો માટે હાનિકારક ગણાય. મહેરબાની કરીને Taka Tak કન્ટેન્ટ અને તેના સંબંધીત કોમ્યુનિટી ગાઈડલાઈનનો સંદર્ભ લો.
 • તમે પોર્નોગ્રાફી, ગ્રાફિક હિંસા, ધમકીઓ, હેટ સ્પિચ અથવા હિંસા માટે ઉશ્કેરણી વાળું કન્ટેન્ટ અથવા લિંક્સ ધરાવતું કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં.
 • તમે વાયરસ અથવા અન્ય દૂષિત કોડ અપલોડ કરશો નહીં અને અથવા સેવાઓની સુરક્ષા સાથે સમાધાન કરશો નહીં.
 • તમે અમે ઉપયોગ કરીએ છીએ તે કોઈપણ કન્ટેન્ટ-ફિલ્ટરિંગ તકનીકોને અટકાવવાનો પ્રયાસ કરશો નહીં અથવા તમે ઍક્સેસ કરવા માટે અધિકૃત નથી તેવા ક્ષેત્રો અથવા સુવિધાઓને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરશો નહીં.
 • તમે અમારી સેવાઓ અથવા કોઈપણ સિસ્ટમ અથવા નેટવર્કની નબળાઈઓની તપાસ, સ્કેનીંગ અથવા પરીક્ષણ કરશો નહીં.
 • તમે કોઈપણ રીતે અથવા સ્વરૂપે ભારતની એકતા, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અથવા સાર્વભૌમત્વ, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર વ્યવસ્થા અથવા ઉશ્કેરણીનું કારણ બને, કોઈપણ નોંધનીય ગુનાના કમિશન માટે અથવા કોઈપણ ગુનાની તપાસને અટકાવે અથવા કોઈપણ અન્ય રાષ્ટ્રનું અપમાન કરે તેવું કોઈપણ કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં.
 • તમે આ શરતોનું ઉલ્લંઘન કરતી કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશો નહીં.
 • તમે અમારા દ્વારા લાગુ કરાયેલી કોઈપણ વિશેષતા, ક્રિયા, માપ અથવા નીતિને અવગણશો નહીં. ઉદાહરણ તરીકે, જો તમને સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તો તમે કોઈપણ એકાઉન્ટ સસ્પેન્શન અથવા અમે તમારી સામે લઈ શકીએ તેવા સમાન પગલાંને અટકાવવાનો પ્રયાસ કરશો નહીં.

ગોપનીયતા નીતિ

TakaTak ની ગોપનીયતા નીતિ સમજાવે છે કે અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તે કેવી રીતે એકત્રિત થાય છે, તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, કઈ પ્રક્રિયાથી કરીએ છીએ તથા કઈ રીતે શેર અને સંગ્રહ કરીએ છીએ. TakaTak ગોપનીયતા નીતિ કાયદા હેઠળના તમારા અધિકારો અને તમે અમને પ્રદાન કરો છો તે ડેટાને તમે કેવી રીતે નિયંત્રિત કરી શકો છો તેની વિગતો પણ આપે છે. TakaTak ગોપનીયતા નીતિમાં અમે આ માહિતીનો સંગ્રહ અને ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેનું વર્ણન કર્યું છે.

તમારી પ્રતિબદ્ધતાઓ

વિવિધ કોમ્યુનિટી માટે સલામત અને સુરક્ષિત સેવા પ્રદાન કરવા માટે જરૂરી છે કે આપણે બધા આપણું કામ બરાબર કરીએ. અમારી સેવાઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાના બદલામાં, અમે તમને અમારા માટે કેટલીક પ્રતિબદ્ધતાઓ આપવાનું ઇચ્છીએ છીએ. મહેરબાની કરીને નોંધ કરો કે તમે નીચે આપેલી પ્રતિબદ્ધતાઓ સાથે TakaTak પ્લેટફોર્મ (આ શરતોના કોઈપણ ઉલ્લંઘન સહિત) પર તમારા દ્વારા લેવામાં આવેલી કોઈપણ ક્રિયાઓના ખર્ચ અને પરિણામો સંપૂર્ણપણે તમે જ ભોગવશો. અમારી સેવાઓનો ઉપયોગ કરીને, તમે નીચેની બાબતો સાથે સંમત થાઓ છો અને સ્વીકારો છો:

a. કોઈ ખોટી માહિતી પૂરી ના પાડશો

તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારી જાતને અન્ય વ્યક્તિ અથવા અન્ય વ્યક્તિના પ્રતિનિધિ તરીકે ખોટી રીતે રજૂ કરશો નહીં.

જો તમે અમને ખોટી માહિતી આપો છો તો અમે તમારી પ્રોફાઇલને બંધ અથવા સસ્પેન્ડ કરી શકીએ છીએ અથવા અન્ય સંબંધિત પગલાં લઈ શકીએ છીએ.

b. ઉપકરણ સુરક્ષા

અમારું પ્લેટફોર્મ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે અમે પગલાં અમલમાં મૂક્યા છે. જો કે, અમારું પ્લેટફોર્મ હેકિંગ અને વાઈરસના હુમલાઓથી સુરક્ષિત છે તેની કોઈ ગેરેંટી નથી. તમે સુનિશ્ચિત કરશો કે તમારા મોબાઇલ ઉપકરણ અને કમ્પ્યુટર પર તેની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમારી પાસે જરૂરી એન્ટી-માલવેર અને એન્ટિવાયરસ સૉફ્ટવેર છે.

જ્યારે અમે અમારી સેવાઓના તમારા ઉપયોગને સુરક્ષિત કરવા માટે અમે બનતું બધું કરીએ છીએ, તેમ છતા ધ્યાનમાં રાખો કે અમે અમારા પ્લેટફોર્મ પર તમામ પ્રકારના હુમલાઓ વિશે વિચારી શકતા નથી. તમારે, રોજબરોજ ખાતરી કરી લેવી જોઈએ કે તમારા મોબાઇલ ઉપકરણ અને કમ્પ્યુટરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી અથવા તેની સાથે કોઈ પ્રકારના ચેડાં કરવામાં આવ્યાં નથી.

c. કન્ટેન્ટ દૂર કરવી અને સમાપ્ત કરવું

અમારા પ્લેટફોર્મનો તમારો ઉપયોગ TakaTak ના કન્ટેન્ટ અને કોમ્યુનિટી ગાઇડલાઇન દ્વારા સંચાલિત થાય છે. જો અમારા કોઈપણ યુઝર તમારા કન્ટેન્ટની જાણ કરે છે જે TakaTak ના કન્ટેન્ટ અને કોમ્યુનિટી ગાઇડલાઇન નું ઉલ્લંઘન કરે છે, તો અમે આવા કન્ટેન્ટને અમારા પ્લેટફોર્મ પરથી દૂર કરી શકીએ છીએ. જો TakaTak કન્ટેન્ટ અને કોમ્યુનિટી ગાઇડલાઇનના ઉલ્લંઘન અંગે ઘણી બધી વાર રિપોર્ટ કરવામાં આવશે, તો તેવા કિસ્સામાં અમને તમારું એકાઉન્ટ અમારી સાથે સમાપ્ત કરવા અને અમારી સાથે રજીસ્ટ્રેશન કરવાથી અવરોધિત કરવાની ફરજ પડી શકે છે. જો તમે આવા કોઈપણ નિરાકરણ માટે અપીલ કરવા માંગો છો, તો તમે અમને taktakgrievance@sharechat.co પર લખી શકો છો

d. કોઈપણ ગેરકાયદેસર અથવા ગેરકાયદેસર કોઈપણ વસ્તુ માટે પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો

અમારું પ્લેટફોર્મ ભાષાઓ અને સંસ્કૃતિઓની બહુવિધતા તેમજ કન્ટેન્ટની વિવિધ શ્રેણીને સમાવવા માટે રચાયેલ છે. આ અસર માટે, અમે કન્ટેન્ટની પ્રકૃતિને વર્ગીકૃત કરવા માટે વિવિધ ટેગ્સ વિકસાવ્યા છે.

તેથી, તમારે, તમારા દ્વારા શેર કરેલ કન્ટેન્ટની પ્રકૃતિને યોગ્ય રીતે ઓળખવી અને તેને યોગ્ય રીતે ટેગ કરવી આવશ્યક છે.

જો કે, તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ નગ્ન, અશ્લીલ, સગીરો માટે હાનિકારક, ભેદભાવપૂર્ણ, હેટ સ્પિચ, કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ હિંસા અથવા નફરતના કોઈપણ સ્વરૂપને ઉશ્કેરતી અથવા ભારતના કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરતા અથવા ભારતના કોઈપણ કાયદા દ્વારા શેર થવાથી પ્રતિબંધિત હોય તેવા કોઈપણ કન્ટેન્ટને શેર કરશો નહીં. અમે આવા કન્ટેન્ટને દૂર કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ. વધુ વિગતો માટે કૃપા કરીને TakaTak કન્ટેન્ટ અને કોમ્યુનિટી ગાઇડલાઇન વાંચો.

કૃપા કરીને નોંધો કે, ઉપરોક્ત બાબતો ઉપરાંત, જો અમને વિશ્વાસ હોય કે કોઈપણ કાનૂની જવાબદારી અથવા કોઈપણ સરકારી વિનંતીનું પાલન કરવા માટે તમારો વ્યક્તિગત ડેટા અથવા માહિતી શેર કરવી વ્યાજબી રીતે જરૂરી છે અથવા અધિકારોનું રક્ષણ કરવા અથવા અમારી મિલકત અથવા સલામતી, અમારા ગ્રાહકો અથવા જાહેર જનતાને થતા કોઈપણ નુકસાનને રોકવા માટે; અથવા જાહેર સલામતી, છેતરપિંડી, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓ શોધવા, અટકાવવા અથવા અન્યથા સંબોધવા અમે તમારી માહિતી યોગ્ય કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે શેર કરી શકીએ છીએ; જો કે, ધ્યાન રહે કે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તૃતીય પક્ષ અથવા યુઝર દ્વારા કે તમારા દ્વારા કરવામાં આવેલી કોઈપણ ક્રિયાઓ માટે અમને જવાબદાર ઠેરવી શકાય નહીં.

અમે લોકો માટે અદ્ભુત સામાજિક અનુભવોમાં જોડાવા માટે એક પ્લેટફોર્મ વિકસાવ્યું છે; કૃપા કરીને એવું કોઈપણ કન્ટેન્ટ શેર કરશો નહીં જે ગેરકાયદેસર હોય અથવા સમાજ અથવા સમુદાયના સભ્યોની સુખાકારીને કોઈ નુકસાન પહોંચાડે.

e. કન્ટેન્ટના અધિકારો અને જવાબદારીઓ

અમે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ભારપૂર્વક માનીએ છીએ અને તમને અમારા પ્લેટફોર્મ પર વિડિઓ શેર કરવાની મંજૂરી આપીએ છીએ. તમારા દ્વારા શેર કરાયેલ કોઈપણ કન્ટેન્ટ પર અમારી પાસે કોઈ માલિકી નથી અને કન્ટેન્ટના અધિકારો ફક્ત તમારી પાસે જ રહે છે. તમે અમારા અથવા કોઈપણ તૃતીય-પક્ષના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન અથવા ઉલ્લંઘન કરવા માટે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીં. આવા કન્ટેન્ટ TakaTak ના કન્ટેન્ટ અને કોમ્યુનિટી ગાઇડલાઇન વિરુદ્ધ છે અને તેને પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી શકે છે. વધુમાં, જો તમે અમારા દ્વારા વિકસિત કોઈપણ કન્ટેન્ટનો ઉપયોગ કરો છો, તો અમે આવા કન્ટેન્ટમાં નિહિત બૌદ્ધિક મિલકત અધિકારોની માલિકી ચાલુ રાખીશું.

અમારી સેવાઓનો ઉપયોગ કરીને કન્ટેન્ટ શેર/પોસ્ટ/અપલોડ કરીને, તમે અમને (અને અમારા જૂથ અને સહયોગીઓને) એક બિન-વિશિષ્ટ, રોયલ્ટી-મુક્ત, સ્થાનાંતરિત, સબ-લાઈસન્સપાત્ર, હોસ્ટ, ઉપયોગ, વિતરણ, ચલાવવા, કૉપિ, પ્રદર્શિત કરવા, અનુવાદ કરવા અથવા તમારી સામગ્રીના વ્યુત્પન્ન કાર્યો બનાવવાનું વિશ્વવ્યાપી લાયસન્સ આપીએ છે ( તમારી ગોપનીયતા અને એપ્લિકેશન સેટિંગ્સ સાથે સુસંગત) જેમ કે સેવાઓ પ્રદાન કરવા, અપગ્રેડ કરવા અથવા સુધારવા, માર્કેટિંગ, તમને/સેવાઓનો પ્રચાર કરવા અથવા અમારા અથવા જૂથ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી કોઈપણ સેવા પર તમારી સામગ્રી પ્રદર્શિત કરવા જેવા હેતુઓ માટે. આના પરિણામે તમારું યુઝર કન્ટેન્ટ પણ આવા અન્ય પ્રકારોમાંથી કાઢી નાખવામાં આવશે. જો કે, જો તમારું કન્ટેન્ટ અન્ય લોકો સાથે શેર કરવામાં આવ્યું હોય તો તે પ્લેટફોર્મ પર દેખાવાનું ચાલુ રહી શકે છે. વધુમાં, અમે તમારું યુઝર કન્ટેન્ટ અને અન્ય ડેટાને મર્યાદિત સમયગાળા માટે જાળવી રાખી શકીએ છીએ જેથી કરીને તમે તમારું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાનું પસંદ કરો તો તમારું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરી શકો. અમે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તમારા કન્ટેન્ટને કેવી રીતે નિયંત્રિત કરએ છીએ કે કાઢી નાખીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને TakaTak ગોપનીયતા નીતિ વાંચો.

તમે અમારા પ્લેટફોર્મ પર પોસ્ટ કરો છો તે કન્ટેન્ટ માટે તમે સંપૂર્ણપણે જવાબદાર રહેશો. અમે અમારા પ્લેટફોર્મ પર અથવા તેના દ્વારા શેર કરેલી અથવા પોસ્ટ કરેલા કોઈપણ કન્ટેન્ટ માટે અને આવા શેરિંગ અથવા પોસ્ટિંગના પરિણામે આવતા કોઈપણ પરિણામો માટે અમે સમર્થન આપતા નથી અને જવાબદાર નથી. તમારા દ્વારા શેર કરાયેલ કોઈપણ કન્ટેન્ટ પર અમારા લોગો અથવા કોઈપણ ટ્રેડમાર્કની હાજરીનો અર્થ એ નથી કે અમે તમારા કન્ટેન્ટને સમર્થન કર્યું છે અથવા પ્રાયોજિત કર્યું છે. વધુમાં, અમે પ્લેટફોર્મના અન્ય યુઝર્સ અથવા પ્લેટફોર્મ પર જાહેરાતકર્તાઓ સાથે તમારા દ્વારા કરાયેલા અથવા દાખલ કરેલા કોઈપણ વ્યવહારોના પરિણામો માટે જવાબદાર હોઈશું નહીં.

તમે શેર કરેલા કન્ટેન્ટની માલિકી અને જવાબદારી હંમેશા તમારી પોતાની રહેશે. અમે ક્યારેય એવો દાવો નહીં કરીએ કે તમારા કન્ટેન્ટના બૌદ્ધિક મિલકતનો અધિકાર અમારી પાસે છે, પરંતુ તમે અમારા પ્લેટફોર્મ પર જે શેર કરો છો અને પોસ્ટ કરો છો તેનો ઉપયોગ કરવા માટે અમારી પાસે શૂન્ય ખર્ચ, કાયમી લાઇસન્સ હશે.

f. મધ્યસ્થી સ્થિતિ અને કોઈ જવાબદારી નહીં

અમે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 હેઠળ વ્યાખ્યાયિત કરેલ મધ્યસ્થી છીએ. આ શરતો નિયમ 3(1) ની જોગવાઈઓ અનુસાર પ્રકાશિત કરવામાં આવી છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 કે જેમાં નીતિ અને નિયમો, TakaTak ની ગોપનીયતા નીતિ અને અમારા પ્લેટફોર્મને ઍક્સેસ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે TakaTak ઉપયોગની શરતો પ્રકાશિત કરવી જરૂરી છે. અમારી ભૂમિકા યુઝર્સને તમારા અને અન્ય યુઝર્સ દ્વારા બનાવેલ અથવા શેર કરેલ કન્ટેન્ટ અપલોડ કરવા, શેર કરવા અને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે મર્યાદિત છે.

પ્લેટફોર્મ પર તમે અથવા અન્ય લોકો શું કરી શકે અથવા ન કરી શકે તે અમે નિયંત્રિત કરતા નથી અને તેથી, આવી ક્રિયાઓના પરિણામો માટે જવાબદાર નથી (પછી ભલે તે ઑનલાઇન હોય કે ઑફલાઇન). અમે અન્ય લોકો દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ માટે જવાબદાર નથી, પછી ભલે તમે તેમને અમારી સેવાઓ દ્વારા ઍક્સેસ કરો. અમારા પ્લેટફોર્મ પર જે કંઈપણ થાય છે તેના માટે અમારી જવાબદારી ભારતના કાયદા દ્વારા સખત રીતે સંચાલિત થાય છે અને તે ફક્ત આ હદ સુધી જ મર્યાદિત રહેશે. તમે સંમત થાઓ છો કે અમે નફા, આવક, માહિતી અથવા ડેટાના કોઈપણ નુકસાન માટે અથવા આ શરતોથી સંબંધિત તમને અથવા અન્ય કોઈપણ વ્યક્તિને ઉદ્ભવતા પરિણામલક્ષી, વિશેષ, પરોક્ષ, અનુકરણીય, શિક્ષાત્મક અથવા આકસ્મિક નુકસાન માટે જવાબદાર હોઈશું નહીં, પછી ભલે અમને ખબર હોય કે આમ થવું શક્ય છે. જ્યારે અમે તમારું કન્ટેન્ટ, માહિતી અથવા એકાઉન્ટને કાઢી નાખીએ છીએ ત્યારે આનો સમાવેશ થાય છે.

અમે ભારતીય કાયદા હેઠળ મધ્યસ્થી છીએ. લોકો અમારા પ્લેટફોર્મ પર શું પોસ્ટ કરે છે તે અમે નિયંત્રિત કરતા નથી પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે દરેક જણ TakaTak ના કન્ટેન્ટ અને કોમ્યુનિટી ગાઇડલાઇનનું પાલન કરે.

g. તમે TakaTak ની સેવાઓને વિક્ષેપિત કરવાનો અથવા જોખમમાં નાખવાનો પ્રયાસ કરશો નહીં

અમે કોમ્યુનિટી સંચાલિત પ્લેટફોર્મ વિકસાવ્યું છે. તેથી, તમે અમારા પ્લેટફોર્મ, સેવાઓ અને અમારી ટેકનિકલ ડિલિવરી સિસ્ટમના બિન-જાહેર ક્ષેત્રોમાં દખલ ન કરવા અથવા તેનો ઉપયોગ ન કરવા માટે સંમત થાઓ છો. તમે કોઈપણ ટ્રોજન, વાયરસ, કોઈપણ અન્ય દૂષિત સૉફ્ટવેર, કોઈપણ બૉટો રજૂ કરશો નહીં અથવા કોઈપણ યુઝરની માહિતી માટે અમારા પ્લેટફોર્મને સ્ક્રેપ કરશો નહીં. વધુમાં, તમે અમારા દ્વારા અમલમાં મૂકાયેલા કોઈપણ સિસ્ટમ, સુરક્ષા અથવા પ્રમાણીકરણ પગલાંની નબળાઈની તપાસ, સ્કેન અથવા પરીક્ષણ કરશો નહીં. જો તમે અમારી ટેક્નોલોજીકલ ડિઝાઇન અને આર્કિટેક્ચર સાથે ચેડાં કરશો અથવા ચેડાં કરવાનો પ્રયાસ કરશો, તો અમે તમારી યુઝર પ્રોફાઇલને સમાપ્ત કરીશું અને તમને અમારી સેવાઓનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરીશું. અમે યોગ્ય કાયદા અમલીકરણ અધિકારીઓને આવી ક્રિયાઓની વધુ જાણ કરી શકીએ છીએ અને તમારી સામે કાનૂની પગલાં લઈશું.

તમે અમારા પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના દૂષિત સૉફ્ટવેરને હેક કરશો નહીં અથવા દાખલ કરશો નહીં. જો તમે આવી ક્રિયાઓ કરો છો, તો અમે તમને પ્લેટફોર્મ પરથી દૂર કરી શકીએ છીએ અને પોલીસ અને/અથવા સંબંધિત કાનૂની અધિકારીઓને તમારી ક્રિયાઓની જાણ કરી શકીએ છીએ.

તમે અમને આપેલી પરવાનગીઓ

તમે આ શરતો સ્વીકારો છો અને અમને અમુક પરવાનગીઓ આપો છો જેથી અમે તમને વધુ સારી રીતે સેવા આપી શકીએ. તમે અમને જે પરવાનગીઓ આપો છો તે નીચે મુજબ છે:

a. તમારી પ્રોફાઇલ માહિતીને તૃતીય પક્ષો સાથે શેર કરવાની પરવાનગી

હવે જ્યારે અમારું પ્લેટફોર્મ ફ્રીમાં વાપરવા લાયક અને ઉપયોગી પ્લેટફોર્મ છે, ત્યારે અમારે આવક ઉભી કરવાની જરૂર છે જેથી અમે તમને અમારી સેવાઓ મફતમાં આપતા રહી શકીએ. આના અનુસંધાનમાં, અમે તમને કોઈપણ સ્પોન્સર્ડ કન્ટેન્ટ અથવા જાહેરાતો બતાવવા માટે અમારા પ્લેટફોર્મ પર તમારું યુઝર નેમ, પ્રોફાઇલ ફોટો, તમારા ઉપયોગ અને એન્ગેજમેન્ટની આદતો અને પેટર્ન સહિતની માહિતી એકત્ર કરી શકીએ તેવો કોઈપણ ડેટા શેર કરી શકીએ છીએ. જો કે, જો તમે જાહેરાત કરેલ કોઈપણ પ્રોડક્ટ ખરીદો તો અમે તમને કોઈપણ આવકનો હિસ્સો ચૂકવવા માટે જવાબદાર હોઈશું નહીં. અમે કોઈપણ ઉત્પાદનોને સમર્થન આપતા નથી અથવા ઉત્પાદનોની અધિકૃતતા માટે ખાતરી આપતા નથી. અમારા પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા ઉત્પાદનોની માત્ર જાહેરાતો એ અમારા દ્વારા સમર્થીત નથી.

જો અમે કોઈપણ સંવેદનશીલ વ્યક્તિગત માહિતી (લાગુ કાયદા હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ) શેર કરીએ છીએ, તો અમે તેને શેર કરતા પહેલા તમારી સંમતિ માટે પૂછીશું.

b. ઓટોમેટિક ડાઉનલોડ્સ અને અપડેટ્સ

અમે અમારા પ્લેટફોર્મ અને ઓફર કરેલી સેવાઓને સતત અપડેટ કરીએ છીએ. અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા મોબાઇલ ડિવાઈઝ પર TakaTak મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને તેને સમય સમય પર અપડેટ કરવાની જરૂર પડી શકે છે.

તમારા ઉપયોગ માટે એપ્લિકેશન્સ અને સોફ્ટવેર સતત અપડેટ કરવામાં આવે છે અને જ્યારે પણ આવી અપડેટ જનરેટ થાય ત્યારે તમારે તમારા મોબાઇલ ઉપકરણ પર TakaTak મોબાઇલ એપ્લિકેશનનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવું પડશે.

c. કૂકીઝનો ઉપયોગ કરવાની પરવાનગી

અમે તમારી સેવાઓ અને તૃતીય-પક્ષ વેબસાઇટ્સના ઉપયોગના સંદર્ભમાં માહિતી એકત્રિત કરવા અને સંગ્રહિત કરવા માટે કૂકીઝ, પિક્સેલ ટેગ્સ, વેબ બીકન્સ, મોબાઇલ ડિવાઇસ ID, ફ્લેશ કૂકીઝ અને સમાન ફાઇલો અથવા તકનીકોનો ઉપયોગ કરી શકીએ છીએ.

d. ડેટા રીટેન્શન

અમારી પાસે પ્લેટફોર્મના તમારા ઉપયોગને લગતી ચોક્કસ માહિતી જાળવી રાખવાનો અધિકાર છે. અમારા દ્વારા તમારી માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને ઉપયોગને લગતી વધુ માહિતી માટે કૃપા કરીને TakaTak ની ગોપનીયતા નીતિ જુઓ.

તમારાથી સંબંધિત અને તમારા દ્વારા પ્રદાન કરેલી માહિતી પર પ્રક્રિયા કરવાનો, સંગ્રહ કરવાનો અને જાળવી રાખવાનો તમે અમને અધિકાર આપો છો. વધુ માહિતી માટે કૃપા કરીને ગોપનીયતા નીતિ જુઓ.

અમારો કરાર અને જો અમે અસંમત હોઈએ તો શું થાય છે

a. આ શરતો હેઠળ કોની પાસે અધિકારો છે

આ શરતો હેઠળના અધિકારો અને જવાબદારીઓ ફક્ત તમને જ આપવામાં આવે છે અને અમારી સંમતિ વિના કોઈપણ તૃતીય પક્ષને સોંપવામાં આવશે નહીં. જો કે, અમને આ શરતો હેઠળ અમારા અધિકારો અને જવાબદારીઓ અન્ય લોકોને સોંપવાની પરવાનગી છે. ઉદાહરણ તરીકે, આ ત્યારે થઈ શકે છે જ્યારે, અમે બીજી કંપની સાથે મર્જર કરીએ છીએ અને નવી કંપની બનાવીએ છીએ.

b. અમે વિવાદોને કેવી રીતે હેન્ડલ કરીશું

તમામ કેસોમાં, તમે સંમત થાઓ છો કે વિવાદો ભારતના કાયદાને આધીન હશે અને બેંગલોરની અદાલતો આવા તમામ વિવાદો પર વિશિષ્ટ અધિકારક્ષેત્ર ધરાવશે.

ફરિયાદ નિવારણ પદ્ધતિ

અમારા યુઝર્સની ગોપનીયતા અને સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે, અમે અમારા યુઝર્સને સુરક્ષિત રાખવા માટે સરકારી અધિકારીઓ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે એક ફરિયાદ અધિકારીની નિમણૂક કરી છે, જો કોઈ યુઝરને પ્લેટફોર્મ પરના તેમના અનુભવ વિશે ચિંતા હોય તો તેમનો સીધો સંપર્ક કરી શકાય છે.

તમે અમને લખીને યુઝર પ્રોફાઇલ અથવા કોઈપણ કન્ટેન્ટની જાણ કરી શકો છો જે અમારી કોમ્યુનિટી ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરે છે. તમે નીચે જણાવ્યા મુજબ અમારા ફરિયાદ અધિકારીને પત્ર લખીને ફરિયાદ નોંધી શકો છો:

આપ સુશ્રી હરલીન સેઠીનો નીચે આપેલા કોઈપણ માધ્યમથી સંપર્ક સાધી શકો છો.

સરનામું: નં.26, 27 પહેલો માળ, સોના ટાવર્સ, હોસુર રોડ, ઈન્ડ્સ્ટ્રિયલ વિસ્તાર, કૃષ્ણા નગર, બેંગલુરુ, કર્ણાટક 560029. સોમવાર થી શુક્રવાર.
ઈ મેલ: takatakgrievance@sharechat.co
નોંધ - કૃપા કરીને ઉપરોક્ત ઉલ્લેખિત ઇમેઇલ ID પર તમામ યુઝર્સ સંબંધિત ફરિયાદો મોકલો, જેથી અમે તેનો ઝડપી નિકાલ કરી શકીએ અને તેનું નિરાકરણ કરી શકીએ.

નોડલ સંપર્ક વ્યક્તિ - સુશ્રી હરલીન સેઠી
ઈ મેલ- nodalofficer@sharechat.co
નોંધ - આ ઈ મેલ આઈડી ફક્ત પોલીસ અને તપાસ એજન્સીઓના ઉપયોગ માટે છે. આ યુઝર્સ સંબંધિત સમસ્યાઓ માટે યોગ્ય ઇમેઇલ ID નથી. યુઝર્સ સંબંધિત તમામ ફરિયાદો માટે, મહેરબાની કરીને takatakgrievance@sharechat.co પર અમારો સંપર્ક કરો.

જવાબદારીની મર્યાદા

પ્લેટફોર્મના કોઈપણ યુઝરની ક્રિયાઓને કારણે કોઈપણ માહિતીની અચોક્કસતા અથવા અપૂર્ણતાને કારણે અથવા કોઈપણ વોરંટી અથવા ગેરંટીનો ભંગ થવાને કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદ્ભવતા કોઈપણ નુકસાનના સંદર્ભમાં અમે કોઈ જવાબદારી સ્વીકારતા નથી.

પ્લેટફોર્મ અને સેવાઓ, "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના ધોરણે કોઈપણ રજૂઆત અથવા વોરંટી વિના, સ્પષ્ટ અથવા લક્ષિત સિવાય અને લેખિતમાં ઉલ્લેખિત કરવામાં આવે છે. અમે સેવાઓ અથવા પ્લેટફોર્મની અવિરત, સમયસર, સુરક્ષિત અથવા ભૂલ-મુક્ત જોગવાઈ, કોઈપણ ઉપકરણ પર સતત સુસંગતતા અથવા કોઈપણ ભૂલોના સુધારણા સહિતની ગુણવત્તાની બાંયધરી આપતા નથી.

કોઈ પણ સંજોગોમાં અમે, અથવા અમારા કોઈપણ આનુષંગિકો, અનુગામીઓ, અને સોંપણીઓ અને તેમના દરેક સંબંધિત રોકાણકારો, નિર્દેશકો, અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટો, સેવા પ્રદાતાઓ અને સપ્લાયર્સ કોઈપણ વિશેષ, આકસ્મિક, શિક્ષાત્મક, પ્રત્યક્ષ, પરોક્ષ માટે અથવા અન્ય યુઝર દ્વારા શરતોના ભંગના પરિણામે અથવા કોઈપણ સેવા અથવા પ્લેટફોર્મના ઉપયોગ અથવા તેના પર નિર્ભરતાને કારણે ઉદ્ભવતા પરિણામી નુકસાન માટે જવાબદાર હોઈશું નહીં.

અહીં ઘટનામાં સમાવિષ્ટ કોઈપણ રહિ ગયેલી બાબત કોઈપણ કારણોસર અમાન્ય માનવામાં આવશે અને અમે અથવા અમારી કોઈપણ આનુષંગિક સંસ્થાઓ, અધિકારીઓ, ડિરેક્ટર અથવા કર્મચારીઓ નુકસાન માટે જવાબદાર બનીએ છીએ, આવી કોઈપણ જવાબદારી પ્લેટફોર્મના ઉપયોગ માટે અમને ચૂકવવામાં આવેલ ચાર્જીસ અથવા રકમથી વધુ ન હોવા સુધી અથવા દાવાની તારીખથી પહેલાના મહિનાની સેવાઓ સુધી મર્યાદિત રહેશે.

નુકસાની

તમે અમને અને અમારી પેટાકંપનીઓ, આનુષંગિકો અને એજન્ટો અને તેમના સંબંધિત અધિકારીઓ, ડિરેક્ટરો, કર્મચારીઓ, અનુગામીઓ તરફથી કે તેમની સામે કોઈપણ દાવા, કાર્યવાહી, નુકસાન, જવાબદારી, કિંમત, માંગ અથવા કોઈપણ પ્રકારના ખર્ચ(કોઈપણ પ્રકારની એટર્ની ફી સહિત પણ મર્યાદિત નથી)ની સોંપણીઓ જેવી બાબતોમાં નુકસાનની ભરપાઈ કરવા, બચાવ કરવા અને નુકશાન ન કરવા માટે સંમત થાઓ છો. જેમ કે:

 • પ્લેટફોર્મ અને સેવાઓનું તમારું ઍક્સેસ અથવા ઉપયોગ;
 • આ કરાર હેઠળની તમારી જવાબદારીઓનો તમારા દ્વારા કોઈપણ ભંગ;
 • કોઈપણ તૃતીય પક્ષના અધિકારોનું તમારું ઉલ્લંઘન, જેમાં બૌદ્ધિક મિલકતના કોઈપણ ઉલ્લંઘન અથવા કોઈપણ ગોપનીયતા અથવા ગ્રાહક સુરક્ષા અધિકારનો સમાવેશ થાય છે;
 • કાયદાનું કોઈપણ ઉલ્લંઘન અથવા કરારની જવાબદારી અને આવા ઉલ્લંઘનને અનુરૂપ કોઈપણ દાવા, માંગણીઓ, સૂચનાઓ;

અનિચ્છિત કન્ટેન્ટ

અમે હંમેશા પ્રતિસાદ અથવા અન્ય સૂચનોની પ્રશંસા કરીએ છીએ. અમે તમને તેના માટે વળતર આપ્યા વિના અને કોઈપણ પ્રતિબંધો અથવા જવાબદારી વિના તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેને ગોપનીય રાખવાની કોઈ જવાબદારી અમારી નહીં રહે.

સામાન્ય

 • જો આ શરતોનું કોઈપણ પાસું અમલમાં ન આવે તો, બાકીના અમલમાં રહેશે.
 • અમારી શરતોમાં કોઈપણ સુધારો અથવા માફી લેખિતમાં હોવી જોઈએ અને અમારા દ્વારા સહી થયેલ હોવી જોઈએ.
 • જો અમે આ શરતોના કોઈપણ પાસાને લાગુ કરવામાં નિષ્ફળ જઈએ, જેમાં કોઈપણ ગેરકાયદેસર અથવા અનુમતિપાત્ર ક્રિયાઓની યોગ્ય કાયદા અમલીકરણ અધિકારીઓને જાણ કરવી અથવા તમારી પ્રોફાઇલને અવરોધિત કરાય અથવા સસ્પેન્ડ કરવામાં આવે, તો યોગ્ય નિયમો લાગુ કરવામાં નિષ્ફળ ગયેલા અમારા અધિકારોને અમારા દ્વારા માફી આપવામાં આવશે નહીં.
 • અમે તમને સ્પષ્ટ રીતે આપવામાં ન આવતા તમામ અધિકારો અનામત રાખીએ છીએ.