Skip to main content

કોમ્યુનિટી ગાઈડલાઈન

Last updated: 12th May 2022

આ કન્ટેન્ટ અને કોમ્યુનિટી ગાઈડલાઈન ("માર્ગદર્શિકા") https://www.mxtaktak.com/ અને/અથવા Takatak મોબાઇલ એપ્લિકેશન પર સ્થિત અમારી વેબસાઇટના તમારા ઉપયોગને નિયંત્રિત કરે છે, જેમાં તેના લાઇટ(સ્) વર્ઝન (સામૂહિક રીતે, "પ્લેટફોર્મ") [મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ] ("ટકાટક", "કંપની", "અમે", અને "અમારા") દ્વારા પ્રદાન કરવામાં આવે છે. "તમે" અને "તમારું" શબ્દો પ્લેટફોર્મના યુઝર્સનો સંદર્ભ આપે છે.

આ માર્ગદર્શિકા Takatak ના ઉપયોગની શરતો અને Takatak ની ગોપનીયતા નીતિ (સામૂહિક રીતે, "શરતો") સાથે સંબંધ ધરાવે છે. આ માર્ગદર્શિકાઓમાં વપરાયેલ કેપિટલાઇઝ્ડ શબ્દોનો અર્થ શરતો માં ઉલ્લેખ કરવામાં આવ્યો હશે.

મહેરબાની કરીને ધ્યાન રહે કે અમે સમયાંતરે આ માર્ગદર્શિકા બદલી શકીએ છીએ અને અમે તેમ કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.

અમારું પ્લેટફોર્મ તમને સમગ્ર ભારત અને વિશ્વના અન્ય ભાગોના લોકો સાથે જોડે છે. અમે બનાવેલ કોમ્યુનિટી વૈવિધ્યસભર છે અને વિવિધ પ્રકારનું કન્ટેન્ટ સ્વીકારે છે પરંતુ આ પ્લેટફોર્મ વિવિધ પ્રેક્ષકો દ્વારા વાપરવામાં આવે છે, જેમાં સગીરથી લઈને યુવાન વય સુધીનો સમાવેશ થાય છે. આથી, અમારા બધા યુઝર્સ પ્રમાણભૂત પ્રેક્ટિસનું પાલન કરે છે તેની ખાતરી કરવા અને તમારા માટે સર્જનાત્મક રીતે તમારી જાતને વ્યક્ત કરવા માટે સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે, અમે પ્લેટફોર્મના ઉપયોગને નિયંત્રિત કરતી કડક માર્ગદર્શિકા અને નિયંત્રણો મૂક્યા છે.

કન્ટેન્ટ ગાઈડલાઈન

અમે સક્રિયપણે એવા કન્ટેન્ટને દૂર કરીએ છીએ જેને અમારા પ્લેટફોર્મ પર મંજૂરી નથી અને તે અમારા માર્ગદર્શિકા તેમજ લાગુ કાયદા બંનેનું ઉલ્લંઘન કરે છે. જો આવું કન્ટેન્ટ અમારા ધ્યાનમાં આવે છે, તો અમે તેને દૂર કરી શકીએ છીએ અથવા યુઝરના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકીએ છીએ. જો તમે આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું કોઈપણ કન્ટેન્ટ જુઓ છો, તો અમે તમને તેની જાણ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. ક્રિએટરનો હેતુ મહત્વનો છે. અમે સર્જનાત્મક સ્વતંત્રતાના મહત્વને સમજીએ છીએ, જો કે અમે એવા કન્ટેન્ટનું સ્વાગત કરતા નથી કે જે અસ્વસ્થતા લાવવાનો ઇરાદો ધરાવતી હોય, દ્વેષયુક્ત ભાષણ ફેલાવેે, પ્લેટફોર્મનો દુરુપયોગ કરે, હિંસા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે અથવા પ્લેટફોર્મ પર ક્રિએટર અથવા કલાકાર ઇકોસિસ્ટમને અવરોધે.

a. લાગુ કાયદાઓનું પાલન

તે તમામ કન્ટેન્ટ, જે અમારા પ્લેટફોર્મ પર તમારા દ્વારા અપલોડ, પોસ્ટ, કમેન્ટ અથવા શેર કરવામાં આવેલું હોય તેને કોઇપણ મર્યદા વિના, ભારતીય દંડ સંહિતા, 1860, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 અને ભારતના કાયદા હેઠળના તમામ નિયમો અને સુધારાઓનું પાલન કરવું આવશ્યક છે. અમે કાયદા દ્વારા સ્થાપિત અધિકારીઓને સહકાર આપીએ છીએ અને લાગુ કાયદાના ભંગના કિસ્સામાં અમલીકરણ પદ્ધતિઓનું પાલન કરીએ છીએ.

ભારતની એકતા, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અથવા સાર્વભૌમત્વ, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકે તેવું કન્ટેન્ટ તમારા દ્વારા અપલોડ, પોસ્ટ, કમેન્ટ અથવા શેર થવું ન જોઇએ. કોઈપણ અન્ય રાષ્ટ્ર માટે અપમાનજનક, કોઈપણ ગુનો કરવા માટે ઉશ્કેરાય અથવા ગુનાઓના તપાસને અટકાવતું હોય તેવું કન્ટેન્ટ તમારા દ્વારા પોસ્ટ ન થવું જોઇએ તથા તેની સાથે તમારો કોઈ સંબંધ ન હોવો જોઇએ.

b. નગ્નતા અને પોર્નોગ્રાફી

અમે એવા કન્ટેન્ટને મંજૂરી આપીએ છીએ જેમાં મર્યાદિત સેક્સ્યૂઅલ કન્ટેન્ટ હોય અને તે કલાત્મક અને શૈક્ષણિક હેતુઓ, જાહેર જાગૃતિ, રમૂજ અથવા વ્યંગાત્મક હેતુઓ માટે પોસ્ટ કરવામાં આવી હોય. જે કન્ટેન્ટમાં નીચેની બાબતોનો સમાવેશ થતો હોય તે પ્લેટફોર્મ પર પ્રતિબંધિત છે અને તેને આ દિશાનિર્દેશોના સખત ઉલ્લંઘન તરીકે ગણવામાં આવશે:

  • અશ્લીલતા, સેક્સ્યૂઅલ રીતે સ્પષ્ટ, પોર્નોગ્રાફી કે નગ્ન કન્ટેન્ટ અથવા ઈમેજીસ/વિડિઓ કે જે ખાનગી અંગો (જાતીય અંગો, સ્ત્રીના સ્તન અને સ્તનની ડીંટી, નિતંબ) અને/અથવા જાતીય પ્રવૃત્તિઓ બતાવવામાં આવી હોય.
  • સમાધાનકારી સ્થિતિમાં લોકોના વિડિઓ અથવા ઇમેજીસ અથવા કન્ટેન્ટ જેમાં જાતીય ક્રિયાઓ અથવા કામુક અથવા શૃંગારિક ઉદ્દેશ અથવા જાતીય ઉત્તેજના બતાવવામાં આવી હોય;
  • છેતરપિંડી અથવા બદલા માટેની પોર્નોગ્રાફી;
  • પાશવીપણું અથવા પ્રાણીઓ સાથે અશ્લીલતા;
  • કોઈપણ વ્યક્તિનું શોષણ કરતું હોય કે તેને જોખમમાં મૂકે તેવું કન્ટેન્ટ હોય (ઉદાહરણ તરીકે, ફોન નંબરનું લિસ્ટ, અથવા વેશ્યાવૃત્તિ અથવા એસ્કોર્ટ સેવાઓને પ્રોત્સાહિત કરવા અથવા વિનંતી કરવાના હેતુઓ સહિત વ્યક્તિના કોઈપણ શોષણ અથવા જોખમને ધ્યાનમાં રાખીને અન્ય અંગત માહિતી);
  • કન્ટેન્ટ કે જે પીડોફિલિક હોય અથવા બાળ પોર્નોગ્રાફી સાથે સંબંધિત હોય (જે મર્યાદા વિનાનું, બનાવટ, પ્રમોશન, મહિમા, પ્રસારણ કે બાળ પોર્નોગ્રાફીનું બ્રાઉઝિંગ); અથવા
  • કન્ટેન્ટ કે જે અભદ્ર, અનૈતિક અથવા બળાત્કાર, જાતીય વાંધાજનક, બિન-સહંમતી પ્રવૃત્તિઓ અને છેડતીથી સંબંધિત હોય.

c. પજવણી અથવા ગુંડાગીરી

અમે અમારા પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની ઉત્પીડન અથવા ગુંડાગીરીની સખત નિંદા કરીએ છીએ. અમે અમારા યુઝર્સને ભાવનાત્મક અથવા મનોવૈજ્ઞાનિક તકલીફના ડર વિના પોતાને વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવાનો ઇરાદો ધરાવીએ છીએ. અમે તમને એવા કોઈપણ કન્ટેન્ટને અવગણવા વિનંતી કરીએ છીએ જે તમને દુ:ખ આપે કે હેરાન કરી શકે છે. આ ઉપરાંત, અમે તમને એવા કોઈપણ કન્ટેન્ટની જાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ જે અન્ય વ્યક્તિને હેરાન કરે છે અથવા કોઈપણ વ્યક્તિને બદનામ અથવા શરમજનક બનાવવાનો ઇરાદો ધરાવે છે.

આ દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે નીચે મુબજબના કન્ટેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ તે અહીં સુધી મર્યાદિત નથી:

  • અપમાનજનક ભાષા કે અપશબ્દો, મોર્ફ કરેલી ઈમેજીસ અને/અથવા બનાવટી રેકોર્ડિંગ્સ પોસ્ટ કરવી.
  • કોઈને તેમની જાતિ, વંશ, જ્ઞાતિ, રંગ, વિકલાંગતા, ધર્મ, જાતીય પસંદગીઓ અને/અથવા જાતીય પ્રગતિ કરવી અને અથવા તેમાં સામેલ થવું વગેરે જેવી જાતીય ગેરવર્તણૂક આ પ્લેટફોર્મ પર સહન કરવામાં આવશે નહીં. એજ રીતે, અને અથવા ઉપરોક્ત કન્ટેન્ટના આધારે કોઈપણ વ્યક્તિ પાસેથી ગેરવસૂલી અથવા બ્લેકમેલિંગ પર સખત પ્રતિબંધિત છે.
  • જો કોઈ તમને તેમના એકાઉન્ટમાંથી બ્લોક કરે છે, તો કૃપા કરીને કોઈ અલગ એકાઉન્ટથી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશો નહીં. જો કોઈ યુઝર પ્લેટફોર્મ પર તમારી સાથે જોડાવા માંગતા નથી, તો તેમના આ વિચારને માન આપવા અમે તમને વિનંતી કરીએ છીએ. બંન્ને પક્ષો તરફથી આજ અપેક્ષા છે.
  • કોઈપણ વ્યક્તિની કોઈપણ છબી અથવા માહિતી કે જે તેમની સંમતિ વિના તેમને હેરાન કરવા, તકલીફ આપવા અથવા તેમને જોખમમાં મૂકવાના ઉદ્દેશ્ય સાથે શેર કરવામાં આવે છે.
  • આર્થિક લાભ માટે કોઈને હેરાન કરવા અથવા તેમને કોઈ ઈજા પહોંચાડવા માટે ખોટી માહિતી પોસ્ટ કરવી

જો કે, જો કોઈ બાબતમાં એવી વ્યક્તિઓની વિવેચનાત્મક ચર્ચા અને વિચાર-વિમર્શનો સમાવેશ થતો હોય કે જેઓ સમાચારમાં દર્શાવવામાં આવ્યા હોય અથવા મોટા સાર્વજનિક પ્રેક્ષકો ધરાવતા હોય, તો અમે તેને શરતો અને આ દિશાનિર્દેશોને આધીન મંજૂરી આપી શકીએ છીએ.

d. બૌદ્ધિક મિલકત

અમારું લક્ષ્ય બૌદ્ધિક મિલકત અધિકારોનું રક્ષણ કરવાનો છે અને આવા અધિકારોના ઉલ્લંઘનને અમે ગંભીર ગેરવર્તણુક ગણીએ છીએ. સાહિત્યિક, સંગીત, નાટકીય, કલાત્મક, સાઉન્ડ રેકોર્ડિંગ, સિનેમેટોગ્રાફિક કાર્યો જેવા તમામ કન્ટેન્ટ બૌદ્ધિક મિલકત સંરક્ષણ અંતર્ગત આવે છે.

આ પ્લેટફોર્મ પર એવું કન્ટેન્ટ કે જે ઓરિજિનલ નથી અને જેમાં કોઇ કૃતિઓમાં બૌદ્ધિક મિલકતના અધિકારોની માલિકી ધરાવનાર વ્યક્તિ કે સંસ્થાના કન્ટેન્ટની નકલ કરવામાં આવી હોય તે શેર કરવાની મનાઈ છે. કોઈપણ કન્ટેન્ટ જે તૃતીય પક્ષોના બૌદ્ધિક મિલકત અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેને દૂર કરવામાં આવશે અને પુનરાવર્તિત ડિફોલ્ટર યુઝર્સ સામે કડક પગલાં લેવામાં આવશે. જો તમે આવા કન્ટેન્ટને પ્લેટફોર્મની પરથી ફરીથી શેર કરવા ઈચ્છો છો, તો કૃપા કરીને કોઈપણ એટ્રિબ્યુશન, વોટરમાર્ક અને મૂળ કેપ્શન્સને દૂર કરવા નહીં આ તમામ બાબતો કન્ટેન્ટના સત્તાવાર સ્ત્રોતને જણાવે છે. આ ઉપરાંત, કૃપા કરીને જરૂરી મંજૂરીઓ લો અને તમારા સાથી યુઝર્સ અથવા અન્ય કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જેઓ આવા કન્ટેન્ટમાં બૌદ્ધિક મિલકતના હકો ધરાવે છે તેમના નામ અને/અથવા મૂળ સ્ત્રોતનો ઉલ્લેખ કરીને તેમને યોગ્ય નામના અથવા ક્રેડિટ આપો.

e. હિંસા

હિંસામાં એવા બધા કન્ટેન્ટનો સમાવેશ થાય છે કે જે કન્ટેન્ટમાં ડર અને દહેશત હોવાને કારણે અમારા યુઝર્સને અસ્વસ્થતા પ્રદાન કરે જેમ કે હિંસા અને વેદનાને વખાણતી અથવા હિંસા ઉશ્કેરવાનો ઇરાદો, શારીરિક હિંસા અથવા પ્રાણીઓ પ્ર્ત્યે થતી ક્રૂરતાનું નિરૂપણ કરતી ગ્રાફિકલ ઈમેજીસ અથવા વિડિઓ વગેરે. તે ફક્ત અહીં સુધી મર્યાદિત નથી. કન્ટેન્ટ જે ખતરનાક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે, અથવા આતંકવાદ, સંગઠિત હિંસા અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ, જૂથો અથવા નેતાઓની પ્રશંસા કરે છે તેની પર પણ સખત પ્રતિબંધિત છે. હિંસાથી સંબંધિત શૈક્ષણિક હેતુસર અથવા માહિતી પ્રદાન કરનારા કન્ટેન્ટને પ્લેટફોર્મ પર મંજૂરી આપવામાં આવી શકે છે. પ્લેટફોર્મ પર કાલ્પનિક સેટ-અપ, માર્શલ આર્ટના સ્વરૂપમાં હિંસક કન્ટેન્ટને આ દિશાનિર્દેશોને આધીન પરવાનગી આપવામાં આવી શકે છે. મંજૂરી આપવામાં આવી શકે છે. પ્લેટફોર્મ પર કાલ્પનિક સેટ-અપ, માર્શલ આર્ટના સ્વરૂપમાં હિંસક કન્ટેન્ટને આ દિશાનિર્દેશોને આધીન પરવાનગી આપવામાં આવી શકે છે.

f. વેરભાવ વધારનારા ભાષણ અને તેનો પ્રચાર-પ્રસાર

કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ સામે હિંસક વર્તનને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટ કે કોઈપણ ચોક્કસ ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશીયતા, સમુદાય, રાષ્ટ્રીયતા, અપંગતા (શારીરિક અથવા માનસિક), રોગો અથવા લિંગને ડરાવવાના લક્ષ્ય સાથે શેર થતી અથવા હિનતાનો ભાવ ઉપજાવનારા કન્ટેન્ટ પર પ્રતિબંધિત છે. ધર્મ, જાતિ, વંશીયતા, સમુદાય, લૈંગિક અભિમુખતા અથવા લિંગ ઓળખ સહિતની રેખાઓ સાથે નફરત પેદા કરતી અથવા નફરત અથવા ધિક્કારનો પ્રચાર-પ્રસાર કરવાના હેતુ ધરાવતા કોઈપણ પ્રકારના કન્ટેન્ટને પણ મંજૂરી આપવામાં આવતી નથી. ઉપરોક્ત તમામ લક્ષણોના આધારે પરસ્પર ભેદભાવ ઉપજાવનારી કે હિંસાને યોગ્ય ઠેરવવાનો ઈરાદો ધરાવતા અને કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહને કોઈપણ પ્રકારે નકારાત્મકતા ઉપજાવનારી હલકી ગુણવત્તા ધરાવતા કન્ટેન્ટને અમે પ્રોત્સાહન આપતા નથી.

અમે તમને ઉશ્કેરણીજનક કમેન્ટ અને દ્વેષપૂર્ણ વિચારધારાઓથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ જે અમારા યુઝર્સમાં રોષ ઉપજાવી શકે છે અને તેમને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. અમે આવા કન્ટેન્ટને માત્ર ત્યારે જ મંજૂરી આપીએ છીએ જ્યારે તે કોઇ મદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અથવા તેને પડકારવાનો ઇરાદો ધરાવતું હોય, પ્લેટફોર્મ પર આવું કન્ટેન્ટ પોસ્ટ કરવાના સ્પષ્ટ હેતુને આધીન રહેશે.

g. મ્યુઝિક લાયબ્રેરીનો ઉપયોગ

Takatak પાસે તમારા ઉપયોગ માટે એક વ્યાપક સંગીત લાઇબ્રેરી ઉપલબ્ધ છે. તમે પ્લેટફોર્મ પર તમારી સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે સર્જનાત્મક કન્ટેન્ટ બનાવવા માટે આ સંગીતનો ઉપયોગ મુક્ત મને કરી શકો છો. જો કે, અહીં ઉલ્લેખનીય છે કે આ સંગીત લાયબ્રેરીમાં ઉપલબદ્ધ સંગીતનો ઉપયોગ અમુક શરતોને આધીન છે. જેવી કે :

  • તમે ઉપયોગ કરેલા સંગીતની લંબાઈ બદલાતી રહે છે પણ તે કોઈ પણ સંજોગોમાં 60 સેકન્ડથી વધવી જોઈએ નહીં;
  • તમે કરેલા મ્યુઝિકલ લાયબ્રેરીનો ઉપયોગ બિન-વ્યાપારીક પ્રકારનો હોવો જોઈએ;
  • મહેરબાની કરીને કોઈને બદનામ કરવા આ મ્યુઝિકલ લાયબ્રેરીનો ઉપયોગ કરશો નહીં, કૃપા કરીને આ કોમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે મ્યુઝિકલ લાયબ્રેરીનો ઉપયોગ કરશો નહીં. ઉપરોક્ત શરતોની મર્યાદામાં રહી મ્યુઝિકલ લાયબ્રેરીનો ઉપયોગ કરવો.

જો યુઝર્સ દ્વારા મ્યુઝિકલ લાયબ્રેરીનો ઉપયોગ આ શરતો અથવા લાગુ પડતા કાયદાઓ સાથે સુસંગત ના હોય તો અમે તમારા શેર કરેલા કન્ટેન્ટના મ્યુઝિકને ડિસેબલ કરવાનો, કન્ટેન્ટને દૂર કરવાનો કે પછી તેના શેરિંગ/ઍક્સેસને મર્યાદિત કરવાનો અધિકાર જાળવી રાખીએ છીએ. અમારી લાઇબ્રેરીનું મ્યુઝિક સતત બદલાતું રહે છે અને શક્ય છે કે જે ચોક્કસ મ્યુઝિક આજે અમારી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોય તે ભવિષ્યમાં ઉપલબ્ધ ન પણ હોય. (મ્યુઝિકલ કન્ટેન્ટની ખોટ, મ્યુઝિકની અક્ષમતા, મ્યુઝિક દૂર કરવું વગેરે) વિવિધ ક્રિયાઓને કારણે તમને જે નુકસાન થાય તેના માટે અમે જવાબદાર નથી.

અમે અમારા યુઝર્સને તેમના ડિવાઈસ પર બનાવેલા વિડિઓઝ અપલોડ કરવાની ક્ષમતા પ્રદાન કરીએ છીએ. જેમાં અમારી સંગીતની લાઇબ્રેરીની બહારનું સંગીત હોઈ શકે છે. યુઝર્સ દ્વારા આ પ્રકારના સંગીતનો તેમના વિડિઓમાં ઉપયોગ થયો હોય અને આ સંગીત તૃતીય પક્ષના કૉપિરાઇટના કાયદાનું ઉલ્લંઘન કરે અને આ બાબત અમારા ધ્યાન પર લાવવામાં આવે તો અમે વિડિઓને પ્લેટફોર્મ પરથી હટાવી શકીએ છીએ.

h. દુરુપયોગ, સ્વ-ઇજા અથવા આત્મહત્યા

આત્મહત્યા અથવા પોતાને ઈજા પહોંચાડતા હોય કે નુકસાન પહોંચાડતા હોય કે આ પ્રકારની જોખમી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતા હોય તેવા કિસ્સામાં અમે એવા કન્ટેન્ટને મંજૂરી આપતા નથી. કોઈપણ વ્યક્તિ પછી તે બાળક હોય અથવા પુખ્ત વયની હોય તેની અવગણના અથવા દુર્વ્યવહાર સંબંધિત શારીરિક, માનસિક, જાતીય અથવા મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહાર જેવી કોઈપણ કન્ટેન્ટ ધરાવતી પોસ્ટની સખત નિંદા કરવામાં આવે છે. સ્વ-નુકસાન દર્શાવતું, સ્વ-ઇજા અથવા આત્મહત્યાની પ્રશંસા કરતું અથવા કોઈપણ માધ્યમથી સ્વ-નુકસાન કેવી રીતે કરવું તેની સૂચનાઓ દર્શાવતા કન્ટેન્ટને મંજૂરી આપવામાં આવતી નથી. આ ઉપરાંત, મનોવૈજ્ઞાનિક કે શારીરિક શોષણ કે દુર્વ્યવહાર, સ્વ-ઇજા અથવા ઘરેલું શોષણ અથવા અન્ય કોઈપણ પ્રકારની હિંસાથી પીડિત અને બચી ગયેલા લોકોની ઓળખ, ટેગ, હુમલા અને નકારાત્મક રીતે લક્ષિત કરવામાં આવે કે મજાક ઉડાવાતી હોય તેવું કન્ટેન્ટ પ્રતિબંધિત છે.

અમે એવા કન્ટેન્ટને મંજૂરી આપીએ છીએ જે આ પ્રકારની ગંભીર સમસ્યાઓમાંથી પસાર થતા હોય તેવા લોકોને સહાય અને રાહત આપવાનો ઉમદા ઉદ્દેશ્ય ધરાવે છે. અમે યુઝર્સને તેમના અનુભવો શેર કરવાની પણ મંજૂરી આપીએ છીએ જે આ પ્રકારના કન્ટેન્ટને પોસ્ટ કરવાના ઉદ્દેશ્યને આધિન હોય કે જે અંતર્ગત આ પ્રકારની સમસ્યામાંથી પસાર થતા લોકોને મદદની જરૂર હોય તેમના માટે કપરી પરિસ્થિતીનો સામનો કરવાની પ્રેરણા મળી રહે.

i.) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ

અમે એવા પ્રકારના કન્ટેન્ટ માટે શૂન્ય-સહિષ્ણુતા ધરાવીએ છીએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તરફેણ કરે અથવા તેને પ્રોત્સાહન આપે છે. અમે સંગઠિત અપરાધ, ગુનાહિત પ્રવૃત્તિઓ, શસ્ત્રોના પ્રમોશન/વેચાણ/ઉપયોગ, અગ્નિ હથિયારો અને વિસ્ફોટકો, હિંસા અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત કન્ટેન્ટને પ્રતિબંધિત કરીએ છીએ. ગેરકાયદેસર સરસામાન અથવા સેવાઓનું વેચાણ, પ્રતિબંધિત કરેલા માલસામાન, દવાઓ અને નિયંત્રિત પદાર્થો તેમજ જાતીય/શારિરીક સેવાઓની વિનંતી જેવી પ્રવૃતિઓનું વેચાણ સખત રીતે પ્રતિબંધિત છે.

બાળકોને પજવણી કરતા, હાનિકારક અથવા અપમાનજનક હોય તેવા કન્ટેન્ટને અમે મંજૂરી આપતા નથી.

યુઝર્સ દ્વારા રૂપિયાની બિનકાયગાકીય હેરા-ફેરી તથા જુગાર સંબંધિત કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતું કન્ટેન્ટ પોસ્ટ કરી શકાશે નહીં.

યુઝર્સને એવા કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી નથી કે જે ટ્યુટોરિયલ્સ અથવા સૂચનાઓ દર્શાવે છે અથવા યુઝર્સને ગેરકાયદેસર અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ વિશે શિક્ષિત કરે એવી પ્રવૃત્તિઓ કે જેમાં ગુનાહિત/ફોજદારી પ્રવૃત્તિઓ હોય જેમ કે બોમ્બ બનાવવો અથવા તે માટે કોઈને પ્રોત્સાહિત કરવા અથવા ડ્રગ્સનો વેપાર કરવો. એટલું જ નહીં અમારા પ્લેટફોર્મનો ઉપયોગ ભારત સરકાર દ્વારા ગેરકાયદે ઘોષિત કરવામાં આવેલ આવા માલસામાન અને સેવાઓ સાથે સંબંધિત કોઈપણ વ્યવહાર અથવા ભેટની માંગણી કરવા અથવા તેની સુવિધા માટે કરવો નહીં.

વ્યક્તિગત અથવા નાણાકીય લાભ મેળવવા માટે અન્ય વ્યક્તિની નકલ કરવી (જેમ કે તમારો પરિવાર, મિત્રો, સેલિબ્રિટી, બ્રાન્ડ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ/સંસ્થાઓ) અને અમારા પ્લેટફોર્મ પર ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીનું વિતરણ કરવું તે છેતરપિંડી ગણાશે.

કમ્પ્યુટર વાયરસ, માલવેર અથવા કોઈપણ કમ્પ્યુટર સંસાધનની કાર્યક્ષમતાને પ્રતિબંધિત કરવા માટે રચાયેલ કોઈપણ અન્ય કમ્પ્યુટર કોડ ધરાવતું કન્ટેન્ટ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકાશે જ નહીં.

j. બિન-સંમતિપૂર્ણ (વ્યક્તિગત) કન્ટેન્ટ

વ્યક્તિગત કન્ટેન્ટ અથવા અન્ય વ્યક્તિની માહિતી અથવા માહિતી સંલગ્ન કોઈપણ પ્રકારની પોસ્ટ કરવી કે તેનો દુરુપયોગ કરવો, તેમના ચિત્રો કે વિડિઓ તેમની સહમતી વિના પોસ્ટ કરવું પ્રતિબંધિત છે. કોઈના અંગત અથવા ખાનગી ફોટા અથવા વિડિઓ તેમની પરવાનગી કે સંમતિ લીધા વિના પોસ્ટ કરવા નહીં. કોઈ વ્યક્તિની ગોપનીયતા પર આક્રમણ થાય તેવું કન્ટેન્ટ પોસ્ટ કરવું નહીં, જો પોસ્ટ કરવામાં આવશે તો અમે આ પ્રકારના કન્ટેન્ટને હટાવી લઈશું.

કોઈ વ્યક્તિનો અંગત ડેટા જાહેર કરવો તથા કોઈ વ્યક્તિની સંવેદનશીલ વ્યક્તિગત માહિતી, પુછ્યા કે સંમતિ વિના તેમની સંપર્ક માહિતી, સરનામું, આર્થિક પરિસ્થિતિ , આધાર નંબર, શારિરીક આરોગ્ય સારવાર કે સંભાળ વિશેની માહિતી, જાતીય અથવા અંગત ફોટોઝ અને વિડિઓઝ, પાસપોર્ટ વિશેની માહિતી કે પછી આવી કોઈપણ પ્રકારની માહિતી જાહેર કરવા અથવા તેનો ઉપયોગ કરવો તે કોઈને ધમકી આપવી કે તેઓની હેરાનગતી તરીકે ગણવામાં આવશે, અને આવી પ્રવૃત્તિઓ સખત રીતે અસ્વીકાર્ય છે.

k. સ્પામ

કન્ટેન્ટ કે જે યુઝર્સને તેના મૂળ સ્રોત વિશે ગેરમાર્ગે દોરે છે, ખોટી જાહેરાતો દર્શાવે છે અને આ ખોટી જાહેરાતોને પ્રોત્સાહન આપે છે, કપટપૂર્ણ અથવા ભ્રામક રજૂઆતો કરે છે અને સુરક્ષાનો ભંગ કરે છે આ તમામ પ્રકારના કન્ટેન્ટનો સ્પામમાં સમાવેશ થાય છે. આવા કન્ટેન્ટ, જ્યારે વ્યાપારિક લાભ માટે પોસ્ટ કરવામાં આવે છે, ત્યારે તે વાણિજ્યિક સ્પામ બની છે. સ્પામ પ્લેટફોર્મની કામગીરીમાં અત્યંત સહજતાથી પ્રવેશ કરે છે અને અન્ય યુઝર્સને શેરિંગ કરવાથી અને કનેક્ટ થવાથી અટકાવે છે. એક મહત્વની બાબત એ છે કે તમે જે કન્ટેન્ટ શેર કરો છો તે અધિકૃત છે અને લોકોને પ્લેટફોર્મ પર પોસ્ટ કરવા માટે સલામત અને વિશ્વાસપાત્ર વાતાવરણ તૈયાર કરવાની સુવિધા આપે છે. એકની એક માહિતી જે દર્શકોને હેરાન કરવા અથવા સ્પામ, કોમર્શિયલ અથવા વ્યર્થ પ્રચાર કરવા માટે માલ/સેવા વેચવાનો હેતુ ધરાવતી હોય તેવા એક જ કન્ટેન્ટને વારે વારે પોસ્ટ કરવી નહીં. ટ્રાફિક જનરેટ કરવા અથવા ફોલોઅર્સ, લાઈક્સ, વ્યુઝ, કોમેન્ટ્સ અને શેર વધારવા માટે કૃત્રિમ કે છલયુક્ત માધ્યમોનો ઉપયોગ કરવો નહીં.

જો તમે તમારા માલ-સામાન અથવા સેવાઓનો પ્રચાર-પ્રસાર કરવા માંગતા હો, તો અમે તમને સત્તાવાર રીતે તેમ કરવા અનુરોધ કરીએ છીએ.

l. ખોટી માહિતી

અમારો હેતુ અમારા પ્લેટફોર્મ પર ખોટી માહિતીના ફેલાવાને રોકવાનો છે. કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ યુઝર્સ કે સામાન્ય જનતાને મોટા પ્રમાણમાં ગેરમાર્ગે દોરવાના ઉદ્દેશ્ય સાથે ઇરાદાપૂર્વકની ખોટી માહિતી, અર્ધ માહિતી, છેતરપિંડી અથવા બનાવટી પ્રચાર-પ્રસાર કરે છે તેવા કન્ટેન્ટને પરવાનગી મળતી નથી. અમે સમાચારમાં રહેલા અતિશયોક્તિવાળા કન્ટેન્ટમાંથી તેમાં રહેલા ખોટા સમાચારને ઓળખી આ પ્રકારની પોસ્ટ પર પ્રતિબંધિત કરીએ છીએ.

અમે પ્લેટફોર્મ પર એવા કન્ટેન્ટને મંજૂરી આપતા નથી કે જે યુઝર્સને ગેરમાર્ગે દોરે અથવા ખોટા કન્ટેન્ટ વડે પૈસા બનાવવાનો પ્રયાસ કરે, અથવા બદનક્ષીપૂર્ણ માહિતી, ખોટા આરોપ, અથવા કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે, અથવા ખોટી માહિતીના આધારે તેમની નાણાકીય અથવા રાજકીય સ્થિતિને નુકસાન પહોંચાડે.

જો કે, અમે નકલી સમાચારને કોઈપણ વ્યંગ અથવા કાલ્પનિક વાતોને ભેગા નથી કરતા. અમે પ્લેટફોર્મ પર આવા કન્ટેન્ટને મંજૂરી આપીએ છીએ જો કે આવા કન્ટેન્ટ અન્ય યુઝર્સને ગેરમાર્ગે દોરતા ન હોવા જોઇએ અને તેની પાછળનો હેતુ ખોટી માહિતી ફેલાવવાનો ન હોવો જોઇએ.

કોમ્યુનિટી ગાઈડલાઈન

જ્યારે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે અમારા ચોક્કસ ધારા-ધોરણોનું પાલન કરો.

a. યોગ્ય ટેગ વાપરો

બધી જ પોસ્ટ સૌથી યોગ્ય ટેગ સાથે જ ટેગ કરવી જોઈએ. જો હજુ સુધી એ ટેગ અસ્તિત્વમાં ના આવ્યું હોય તો વિષયની જરૂરીયાત મુજબ એક નવું ટેગ બનાવી લેવું જોઇએ. અપ્રસ્તુત અથવા અયોગ્ય ટેગ સાથે પોસ્ટ કરેલા કોઈપણ કન્ટેન્ટની અમને જાણ થશે કે કરવામાં આવશે, તો તેને ફીડમાંથી તુરંત જ દૂર કરવામાં આવશે.

b. વિષયાંતર ન કરો

Takatak એક ખૂબ જ સક્રિય પ્લેટફોર્મ છે. ખાતરી કરો કે તમે જે પણ કન્ટેન્ટ પોસ્ટ કરો છો કે કોઈપણ ચર્ચામાં ભાગ લો છો તો તે પોસ્ટના કેપ્શન અને ટેગ્સ સાથે યોગ્યરીતે સંબંધિત હોય. કેપ્શન અથવા ટેગ્સ સાથે સંબંધિત ન હોય અથવા કોઈ ચોક્કસ પોસ્ટ માટે ગેરવાજબી હોય કે અયોગ્ય હોય તો તેવું કન્ટેન્ટ હટાવી લેવામાં આવશે. ખોટા માર્ગે દોરાશો નહીં.

c. એક થી વધુ કે ખોટી પ્રોફાઇલ્સ

કોઈ વ્યક્તિ કે સંસ્થાની તેમને હેરાન કરવાના હેતુ સાથે કે પછી ગેરમાર્ગે દોરવા અથવા છેતરવવાના ઉદ્દેશ્ય સાથે નકલી પ્રોફાઇલ બનાવવાની છુટ નથી. અમે કોમ્યુનિટી પ્રોફાઇલ્સ, માહિતીપ્રદ પ્રોફાઇલ્સ અને જાહેર વ્યક્તિઓની ફેન પ્રોફાઇલ્સ વગેરે અપવાદોને મંજૂરી આપીએ છીએ. જો આવા એકાઉનેટેસનો હેતુ અન્ય યુઝર્સને ગેરમાર્ગે દોરવાનો ન હોય અને પ્રોફાઇલ ડિસ્ક્રિપ્શન અથવા પ્રોફાઇલ સ્ટેટસમાં તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ ઉલ્લેખિત કરવામાં આવ્યો હોય તો સમાજમાં નામના મેળવેલ વ્યક્તિઓના વ્યંગ અથવા તેમના કાલ્પનિક એકાઉન્ટ્સને પણ મંજૂરી આપવામાં આવે છે.

d. સલામતી અને સુરક્ષા

અન્ય યુઝર્સને સંબોધતી વખતે કોઈને હેરાન કરવા અથવા પોસ્ટ અથવા કમેન્ટમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. અન્ય યુઝર્સને અસ્વસ્થતા અનુભવાય તેવું કંઈપણ કરવું નહીં. જો તમે અન્ય યુઝર્સ માટે પ્રતિકૂળ કે આપત્તિજનક પરિસ્થિતિઓ બનાવવાનો પ્રયાસ કરશો તો તમારી સામે પગલાં લેવામાં આવશે.

e. કાયદાકીય પગલાઓથી સાવધાન રહો

કાયદાનું અજ્ઞાન એ તમે કરેલા કામની જવાબદારીથી બચવાનું બહાનું નથી. અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે, તમારે કાયદાઓ અને નિયમોનું પાલન કરવું પડશે જે ડિજિટલ વાતાવરણમાં આદર્શ આચરણને નિયંત્રિત કરે છે. અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે મહેરબાની કરીને તમામ લાગુ પડતા કાયદાઓને માન આપવું. બિનકાયદાકીય પ્રવૃત્તિઓ દર્શાવતી, પ્રોત્સાહિત કરતી, ઓફર કરતી, ખોટી પ્રેરણા આપતી, મહિમા કરતી કે વિનંતી કરતા કોઈપણ કન્ટેન્ટને જરા પણ સહન કરવામાં આવશે નહીં.

f. સસ્પેન્શન ટાળવાનો પ્રયત્ન

કોઈપણ એકાઉન્ટને સસ્પેન્ડ કરવાનો અમારો નિર્ણય યુઝર્સ માટે ફરજીયાત રહેશે. સસ્પેન્શનને અટકાવવાનો કોઈપણ પ્રયાસ જેમ કે અન્ય એકાઉન્ટ બનાવું, ઓળખ, વ્યક્તિત્વ અથવા અન્ય યુઝર્સના એકાઉન્ટનો ઉપયોગ કરવાથી પણ આપે સસ્પેન્શનો ભોગ બનવું પડી શકે છે. જો તમે સસ્પેન્શન ટાળવાના પ્રયાસો કરશો, તો અમે તમારું એકાઉન્ટ બંધ કરીને તમને અમારી સાથે પુન: રજીસ્ટ્રેશન કરવા પર પ્રતિબંધ મુકવાની ફરજથી બંધાયેલા છીએ.

પ્લેટફોર્મની સુરક્ષા

કૉપિરાઇટને લગતા દાવાઓ

જો અમને કોઈપણ કન્ટેન્ટ અથવા પ્રવૃત્તિ અમારા પ્લેટફોર્મ માટે અયોગ્ય લાગશે, તો અમે તેને દૂર કરીશું. જો તમે માનતા હો કે પ્લેટફોર્મ પરનું કોઈપણ કન્ટેન્ટ આપના કૉપિરાઇટર (મૂળ લેખક) તરીકેના તમારા અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો તમે takatakgrievance@sharechat.co પર અમને ઇમેઇલ મોકલીને આપનો કૉપિરાઇટનો દાવો રજૂ કરી શકો છો ત્યારબાદ તેની આગળની તપાસ, કાર્યવાહી અને તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. પ્લેટફોર્મ પર એવું કન્ટેન્ટ પણ હોઈ શકે છે જે આપને પસંદ ન પણ આવે પરંતુ જો આ કન્ટેન્ટ પ્લેટફોર્મ દ્વારા નક્કી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું નહી હોય તો આવા કિસ્સામાં અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આવા યુઝર્સને અનફૉલો કરો અથવા તમારા સુધી પહોંચતા રોકવા તેમને બ્લોક કરીને અટકાવો.

મધ્યસ્થી અને કન્ટેન્ટનું અવલોકન

લાગુ પડતા કાયદા મુજબ અમે મધ્યસ્થી છીએ. અમારા યુઝર્સ પ્લેટફોર્મ પર શું પોસ્ટ કરે છે, કઈ કમેન્ટ કરે છે, શું શેર કરે છે કે કહે છે તે અમે નિયંત્રિત કરતા નથી અને તેમની (અથવા તમારી) ક્રિયાઓ (પછી ઓનલાઈન હોય કે ઑફલાઈન) તે માટે અમે જવાબદાર નથી. ભલે તમે અમારી સેવાઓ દ્વારા તેમને ઍક્સેસ કરતા હોવ, પણ અન્ય લોકો દ્વારા તમને કરવામાં આવતી ઓફર, સેવાઓ અને સુવિધાઓ માટે અમે જવાબદાર નથી. અમારા પ્લેટફોર્મ પર જે કંઈપણ થાય છે તેના માટે અમારી જવાબદારી દ્રઢપણે ભારતના કાયદા દ્વારા સંચાલિત અને મર્યાદિત છે.

તમે જે પોસ્ટ કરો છો અને તમે જે જુઓ છો તેના માટે તમે જ જવાબદાર છો તેવું આપની પાસેથી અપેક્ષિત છે. જો અમારા કોઈપણ યુઝર દ્વારા ફરિયાદ કરવામાં આવે કે તમારું કન્ટેન્ટ આ માર્ગદર્શિકાની વિરુદ્ધ છે તો અમે જરૂરીયાત અનુસાર પગલાઓ ભરીશું.

ફરિયાદ અધિકારી

ડેટા સલામતી, ગોપનીયતા અને અન્ય પ્લેટફોર્મ પરના વપરાશની આપની ચિંતાઓને દૂર કરવા માટે Takatak પાસે આપના માટે ફરિયાદ અધિકારી છે.

આપ શ્રી હરલીન સેઠીનો નીચે આપેલા કોઈપણ માધ્યમથી સંપર્ક સાધી શકો છો.

સરનામું: નં.26, 27 પહેલો માળ, સોના ટાવર્સ, હોસુર રોડ, ઈન્ડ્સ્ટ્રિયલ વિસ્તાર, કૃષ્ણા નગર, બેંગલુરુ, કર્ણાટક 560029. સોમવાર થી શુક્રવાર.
ઈ મેલ: takatakgrievance@sharechat.co
નોંધ - કૃપા કરીને ઉપરોક્ત ઉલ્લેખિત ઇમેઇલ ID પર તમામ યુઝર્સ સંબંધિત ફરિયાદો મોકલો, જેથી અમે તેનો ઝડપી નિકાલ કરી શકીએ અને તેનું નિરાકરણ કરી શકીએ.

નોડલ સંપર્ક વ્યક્તિ - સુશ્રી હરલીન સેઠી
ઈ મેલ- nodalofficer@sharechat.co
નોંધ - આ ઈ મેલ આઈડી ફક્ત પોલીસ અને તપાસ એજન્સીઓના ઉપયોગ માટે છે. આ યુઝર્સ સંબંધિત સમસ્યાઓ માટે યોગ્ય ઇમેઇલ ID નથી. યુઝર્સ સંબંધિત તમામ ફરિયાદો માટે, મહેરબાની કરીને takatakgrievance@sharechat.co પર અમારો સંપર્ક કરો.

પડકારનો અધિકાર

જો આપને લાગતું હોય કે આપના કન્ટેન્ટને અયોગ્યરીતે હટાવી લેવામાં આવ્યું છે તો આપ અમને takatakgrievance@sharechat.co ઈ મેલ આઈડી પર આપના કન્ટેન્ટને પુન: પોસ્ટ કરવાની રજૂઆત કરી શકો છો. અમે કન્ટેન્ટને ફરીથી તપાસ્યા બાદ શું તે પ્લેટફોર્મ પર ફરી પોસ્ટ કરી શકાશે કે કેમ તે નિર્ધારિત કરીશું.

ઉલ્લંઘનકારો સામે અમારી કાર્યવાહી

અમે આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક અને ઝડપી પગલાંઓ ભરીએ છીએ. જો તમારી પ્રોફાઇલે આ ઉપરોક્ત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે તેવી જાણ કરવામાં આવે તો તમારી પ્રોફાઇલ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ દિશાનિર્દેશોના વારંવાર ભંગ કરવાના કિસ્સાઓમાં, તમારું એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરવામાં આવી શકે છે અને તમને અમારી સાથે ભવિષ્યમાં પણ ફરીથી જોડાવાથી રોકવામાં આવી શકે છે.

જો આવશ્યકતા જણાશે તો, અમે કાયદાકીય અધિકારીઓ અને કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓને સહકાર આપીશું. કૃપા કરીને નોંધો કે અમે તમને મદદ કરવા માટે કોઈપણ પ્રકારે બંધાયેલા નથી કે જવાબદારી હેઠળ નથી.