Skip to main content

એકાઉન્ટ ડિલીટ કરવાની પોલિસી- FAQs

Last updated: 20th September 2022

1. તમે એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા કેવી રીતે શરૂ કરશો?

  • 'સેટિંગ્સ' પર જાઓ અને 'એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી કરો'/'મારો ડેટા ડિલીટ કરો' પર ક્લિક કરો.
  • લોગ-ઇન કરો અને તમારા એકાઉન્ટને વેરિફાઇ કરો.
  • તમારો મોબાઈલ ફોન નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો (આ અમને તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ સંબંધિત માહિતી ડાઉનલોડ કરવામાં અને તમારો સંપર્ક કરવામાં સક્ષમ બનાવે છે)
  • તમારું એકાઉન્ટ ડિલીટ કરવાનું તમારું કારણ દાખલ કરો (જો તમે ઈચ્છો તો)
  • 'સબમિટ' પર ક્લિક કરો

2. જ્યારે હું એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી સબમિટ કરું ત્યારે શું થશે?

એકવાર તમે અમારી એપ્લિકેશનમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરી લો તે પછી, તમે તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકશો નહીં અને તમારી પ્રોફાઇલ, પસંદ, ફોલોઅર્સ, કમેન્ટ, ફોટા, વિડિઓઝ, પોસ્ટ્સ, ચેટ્સ સહિત તમારા એકાઉન્ટની માહિતી અન્ય લોકો જોઇ શકશે નહીં. ઉપરાંત, તમે એપ્લિકેશન દ્વારા ડાઉનલોડ/શેર/પોસ્ટ/અપલોડ નહીં કરી શકો અથવા અન્યથા કોઈપણ કન્ટેન્ટ અપલોડ કરી નહીં શકો.

તમારા એકાઉન્ટ અને તેના કન્ટેન્ટને સંપૂર્ણપણે ડિલીટ કરવામાં અમને થોડો સમય લાગી શકે છે. તમે એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરો તે પછી તમારા દ્વારા જનરેટ કરવામાં આવેલા કન્ટેન્ટની કેટલીક લિંક્સ થોડા દિવસો માટે દેખાઈ શકે છે. જો કે, આવી લિંક્સથી પણ તમારી પ્રોફાઇલ એક્સેસ કરી શકાશે નહીં.

તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરી નાખો તે પછી, અમે મર્યાદિત સમય માટે વિવિધ નિયમનકારી અને પાલન હેતુઓ માટે તમારા એકાઉન્ટમાંથી જનરેટ કરેલી વ્યક્તિગત માહિતી સહિતનો અમુક ડેટા જાળવી રાખીએ છીએ. અમે તમારું એકાઉન્ટ ડિલીટ કરતી વખતે કેટલીક માહિતી રાખી પણ શકીએ છીએ.

3. શું હું ડિલીટ કરવાની રિક્વેસ્ટ અટકાવી શકું છું?

એકવાર તમે એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી સબમિટ કરી લો તે પછી, તમારી પાસે તમારી વિનંતી સબમિટ કર્યાના 30 દિવસની અંદર અમારી એપ્લિકેશનમાં લૉગ ઇન કરવાનો અને ડિલીટ કરવાની વિનંતીને રદ કરવાનો વિકલ્પ રહે છે. જો કે, 30 દિવસ પછી, તમારું એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવશે અને તે પુનઃપ્રાપ્ત કરી શકાશે નહીં.

4. હું મારો ડેટા કેવી રીતે ડાઉનલોડ કરી શકું?

એકાઉન્ટ ડિલીટ કરવાની રિક્વેસ્ટ સબમિટ કરતી વખતે આપવામાં આવેલી વિગતોનો ઉપયોગ તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ સંબંધિત માહિતી ડાઉનલોડ કરવામાં તમારી મદદ કરવા માટે તમારા સુધી પહોંચવા માટે કરવામાં આવશે. ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ ડેટામાં તમારી પોસ્ટ્સ, પેમેેન્ટ હિસ્ટ્રી, કૉમેન્ટ અને રિએક્શન, ફોલોઅર્સ અને ફોલોવિંગની લિસ્ટ અને લાગુ પડતા ડેટાની અન્ય કેટેગરીઓનો સમાવેશ થઈ શકે છે. કૃપા કરીને ધ્ચાન આપો કે તમને આ માહિતીની નકલ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં અમને થોડો સમય લાગી શકે છે.

5. ડિલીટ કરવા પર મારા ખાતામાં ઉપલબ્ધ મિન્ટ્સ અને ચીયર્સનું શું થશે?

અમે યુઝર્સને એકાઉન્ટ ડિલીટ કરી નાખવાની શરૂઆત કરતા પહેલા ઉપલબ્ધ મિન્ટ્સ અને ચીયર્સનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએે, કારણ કે અમે કોઈ રિફંડ આપતા નથી. વધુ વિગતો માટે, કૃપા કરીને https://help-takatak.mojapp.in/policies/cheers-policy પર ઉપલબ્ધ મિન્ટ્સ અને ચીયર્સ પોલિસીનો સંદર્ભ લો.